________________
ડૉ. ભોગીલાલ સાંડેસરાનો જન્મ ઈ. સ. ૧૯૧૭માં પાટણમાં થયો હતો. એમના પિતાનું નામ જયચંદભાઈ ઈશ્વરદાસ સાંડેસરા અને માતાનું નામ મહાલક્ષ્મી હતું. એમના પિતા પાટણ છોડી અમદાવાદમાં રેશમનો વેપાર કરવા આવ્યા હતા. આથી ડો. સાંડેસરાએ શાળાનો અભ્યાસ અમદાવાદમાં ચાલુ કર્યો હતો. તેઓ જ્યારે આઠ વર્ષની ઉંમરના હતા ત્યારે એમના પિતાનું અવસાન થયું. એટલે એમનું કુટુંબ અમદાવાદ છોડી પાછું પાટણ આવ્યું અને ડો. સાંડેસરાએ અને એમના નાના ભાઈ ઉપેન્દ્રરાય સાંડેસરાએ પાટણની હાઈસ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો.
ડૉ. સાંડેસરા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા. પરંતુ મૅટ્રિકની પરીક્ષામાં ૧૯૩૩માં તેઓ બેઠા ત્યારે નાપાસ થયા. એમનો ગણિતનો વિષય ઘણો કાચો હતો. એ દિવસોમાં મેટ્રિકની પરીક્ષા મુંબઈ યુનિવર્સિટી લેતી. ત્યારે બધા જ વિષય ફરજિયાત હતા અને દરેક વિષયમાં પાસ થવાનું ફરજિયાત હતું. જેનો એકે વિષય કાચો હોય તે જિંદગીમાં ક્યારેય મેટ્રિક પાસ ન થઈ શકે અને કોલેજમાં જઈ ન શકે. ડૉ. સાંડેસરા ૧૯૩૪માં ફરી મેટ્રિકની પરીક્ષામાં બેઠા, પરંતુ બીજી વાર પણ ગણિતનું પેપર સારું ગયું ન હતું. તેમને આવડેલા દાખલાના માર્કસ ગણી જોયા તો પાસ થવા માટે ચાર માસ ખૂટતા હતા. પરંતુ એ વર્ષે એવી ઘટના બની કે પરીક્ષકોથી ગણિતનો એક દાખલો ખોટો પુછાઈ ગયો હતો. પરીક્ષકોની એમાં ભૂલ હતી. પરીક્ષામાં પુછાયેલા આ ખોટા દાખલા સામે વિદ્યાર્થીઓનો અને એમના વાલીઓનો ઘણો વિરોધ થયો. છેવટે મુંબઈ યુનિવર્સિટીએ જાહેર કર્યું કે મેટ્રિકની પરીક્ષામાં ગણિતના વિષયમાં પુછાયેલા આ ખોટા દાખલા માટે દરેક વિદ્યાર્થીને છ માર્કસ ઉમેરી આપવામાં આવશે. એનો લાભ ડૉ. સાંડેસરાને પણ મળ્યો અને તેઓ મેટ્રિકની પરીક્ષામાં પાસ થયા. કોલેજમાં હવે ગણિતનો વિષય લેવાનો રહ્યો ન હતો. એટલે ડૉ. સાંડેસરાએ અમદાવાદ આવી ત્યાંની ગુજરાત કૉલેજમાં અભ્યાસ ચાલુ કર્યો. તેઓ ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે બી.એ. થયા અને ત્યાર પછી એમ.એ.માં ગુજરાતી વિષયમાં પ્રથમ નંબરે આવવા માટે એમને કેશવલાલ ધ્રુવ ચંદ્રક મળ્યો હતો.
ડૉ. સાંડેસરા પાટણની હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે એક ઘટનાએ તેમના જીવનને સરસ વળાંક આપ્યો હતો. એ દિવસોમાં મુનિ જિનવિજયજી પાટણ પધાર્યા હતા અને જૈન બોર્ડિંગમાં ઊતર્યા હતા. તેઓ સિંધી સિરિઝના ગ્રંથોના સંપાદનનું કાર્ય કરતા હતા. તેઓ પાટણના જ્ઞાન ભંડારની હસ્તપ્રોતની માહિતી એકત્ર કરવા આવ્યા હતા. એ વખતે ડૉ. સાંડેસરાને મુનિ જિનવિજ્યજીને મળવાનું થયું હતું. એક કિશોર તરીકે તેમને જિજ્ઞાસા થઈ કે મુનિશ્રી જિનવિજયજી કેવા
ડો. ભોગીલાલ સાંડેસરા
૩૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org