________________
અત્યંત વિશાળ ૩ત્ર પડ્યું છે. આ વિશ્વનો સમગ્ર જીવરાશિ વાતકાર પાસે અભ્યાસ, અવલોકન અને પ્રેરણા માટે પડેલો છે, જેમાં જીવનનો કે જીવનને જોવાની દૃષ્ટિનો મર્મ સ્કુરે એવી કોઈ પણ ઘટના, પાત્ર, પ્રશ્ન કે વાતાવરણ વાર્તાનું નિમિત્ત બની શકે.
ટૂંકી વાર્તાના વસ્તુમાં મૌલિકતા અને નવીનતાની તાજગી હોવી જોઈએ. પરંતુ એનો અર્થ એ નથી કે વાર્તાનું વસ્તુ હંમેશાં તદ્દન નવું, અસાધારણ અથવા ચમત્કૃતિભરેલું હોવું જોઈએ. સામાન્ય રીતે અસંભવિત કે અશક્ય લાગે એવી વસ્તુ જીવનમાં કેટલીયે વાર બને છે. પરંતુ એથી એવી વસ્તુ, જીવનમાં અકસ્માતે શક્ય હોવા છતાં, વાર્તામાં સ્થાન ન લઈ શકે. Truth is sometimes stranger than fiction એમ એટલા માટે જ કહેવાય છે. એટલા માટે જ એરિસ્ટોટલ કલાકારને ઉદ્દેશીને કહે છે : Prefer an impossibility which seems probable to a probability which seems impossible. વાર્તાનું વસ્તુ પ્રતીતિકર હોવું જોઈએ, અને એ પ્રતીતિ એટલે જીવન અને જગતના જે ક્ષેત્ર અને વાતાવરણમાંથી વાર્તાનું વસ્તુ લેવામાં આવ્યું હોય એની દૃષ્ટિએ અધિકારી ભાવકની વાસ્તવિકતાની, અથવા વધારે સાચી રીતે કહીએ તો સંભવિતતાની અપેક્ષા સંતોષાવી જોઈએ. વાર્તાકાર પોતાનાં અનુભવ, અવલોકન, વાચન, મનન, ચિંતન ઇત્યાદિમાંથી પોતાની વાર્તા માટે વસ્તુ પસંદ કરી શકે, પરંતુ એમાં કલ્પનાનું યોગ્ય અને સુભગ મિશ્રણ થવું જોઈએ. તો જ તે કલાત્મક બની શકે.
ટૂંકી વાર્તાની કળાનું ક્ષેત્ર ઘણું જ મર્યાદિત હોવાથી વસ્તુની પસંદગી સાથે એનું સંવિધાન પણ એટલું જ અગત્યનું છે. ચોક્કસ હેતુ અને દૃષ્ટિ સાથે વસ્તુને ગોઠવવા માટે ખાસ લક્ષ આપ્યા વિના કલાત્મક સાહિત્યનું સર્જન દુષ્કર છે. આખી વાર્તાની પ્રગતિ પાછળ રહેલ વાર્તાના સંચલનના એકધારા કાર્યની ગોઠવણી એટલે વસ્તુસંવિધાન, વસ્તુસંવિધાનની દષ્ટિએ વાર્તાકારે બનાવો પર મુખ્ય લક્ષ આપવું જોઈએ. વાસ્તવિક જીવનમાં બનતા બધા જ પ્રસંગો હંમેશાં એના એ જ ક્રમમાં વાર્તામાં નિરૂપી શકાતા નથી. એ ક્રમ વાર્તા માટે યોગ્ય અને તર્કયુક્ત હોય તો ઠીક, નહિ તો વાર્તાકારે વાર્તાના બનાવો એવી રીતે ગોઠવવા જોઈએ કે જેથી વાચકનો રસ છેવટ સુધી જળવાઈ રહે.
સંક્ષિપ્તતા અને સુશ્લિષ્ટતા એ વસ્તુસંવિધાનના બે મુખ્ય મહત્ત્વનાં લક્ષણો છે, વાર્તાના વસ્તુમાં સંક્ષિપ્તતા લાવવા માટે વસ્તુની યોગ્ય કોણથી પસંદગી થવી જોઈએ અને તે સાથે એની વિગતોમાંથી કઈ કઈ વિગતો ગ્રહણ કરવા જેવી છે અને કઈ છોડી દેવા જેવી છે તેનો પણ વાર્તાકારે વિચાર કરવો જોઈએ. ટૂંકી વાર્તામાં
ટૂંકી વાર્તા ૩૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org