________________
इंजे चाप्यश्वमेधेन ययातिरिव नाहुष: अन्यैश्च बहुभिर्धीमान् क्रतुश्चाप्त दक्षिणैः ॥ पुनश्च रमणीयेषु वनेषूपवनेषु च । दमयन्त्या सह नलो विजहारामरोपमः ॥ जनयामास च नलो दमयन्त्यां महामनाः । इन्द्रसेन सुतं चापि इन्द्रसेनां च कन्यकाम ॥ एवं स यजमानश्च विहरंश्च नराधिपः । ररक्ष वसुसंपूर्णां वसुधां वसुधाधिपः ॥
**
Jain Education International
५७-४४
५७-४५
(મહાભારત)
‘...દેવતાઓએ નળરાજાને આઠ વરદાન આપ્યાં તે એવી રીતે કે ઇન્દ્રે યજ્ઞમાં પોતાનું પ્રત્યક્ષ દેખાડવું તથા ૫૨મ શ્રેષ્ઠ ગતિની પ્રાપ્તિ. અગ્નિએ નળરાજા જ્યાં ઇચ્છા કરે ત્યાં પોતાને ઉત્પન્ન થવું અને પોતાના સરખા પ્રકાશમાન શ્રેષ્ઠ લોકની પ્રાપ્તિ. યમરાજાએ અન્નરૂપી રસ તથા ઉત્કૃષ્ટ ધર્મમાં સ્થિતિ અને જળના રાજા વરુણ દેવતાએ જ્યાં નળ ઇચ્છા કરે ત્યાં પોતાએ જળરૂપ થવું તથા ઉત્તમ સુગંધવાળી પુષ્પની માળા આપી. એ પ્રમાણે ચારે દેવતાઓ નળ રાજાને બબ્બે વરદાન આપીને સ્વર્ગ પ્રત્યે ગયા ત્યારે સર્વ રાજાઓ પણ નળ તથા દમયંતીનો વિવાહ થયો તે જાણી હર્ષયુક્ત થઈને જેવી રીતે આવ્યા હતા તેવી રીતે પાછા પોતપોતાના દેશો પ્રત્યે ગયા. મોટા મનવાળા ભીમરાજાએ નળ અને દમયંતીનો વિધિપૂર્વક વિવાહ કર્યો ત્યાર પછી બે પગવાળાં મનુષ્યોમાં શ્રેષ્ઠ પોતાના મનમાં અત્યંત હર્ષયુક્ત થયેલો અને સૂર્ય સરખો પ્રકાશમાન નિષધ દેશનો રાજા નળ પોતાની ઇચ્છા પ્રમાણે ભીમરાજાની પુરીમાં રહ્યા પછી રાજાની રજા લઈને પોતાના શહેર પ્રત્યે ગયો. ધર્મે કરીને પ્રજાનું પાલન કરતા તેમને પોતામાં પ્રીતિયુક્ત કરતો હતો. નળ, યયાતિ તથા નહુષ રાજાની પેઠે અશ્વમેધ અને બીજા પણ ઘણી દક્ષિણાઓવાળા યજ્ઞ કરીને દમયંતી સહિત રમણીય વન તથા બગીચાઓમાં પ્રવેશ કરી વિહાર કરતો હતો. હે રાજન, એ પ્રમાણે વિહાર કરતા એવા મોટા મનવાળા નળરાજાએ દમયંતીને વિષે ઇન્દ્રસેન નામનો એક પુત્ર તથા ઇન્દ્રસેના નામની એક કન્યા ઉત્પન્ન કરી. એ પ્રમાણે પૃથ્વીનો પતિ નળ યજ્ઞો તથા વિહાર કરતાં દ્રવ્યે કરીને પરિપૂર્ણ સર્વ પૃથ્વીનું પાલન કરતો હતો.
(ભાષાંતર)
For Private & Personal Use Only
५७-४६
५७-४७
ભાલણના કહેવાતા બીજા નળાખ્યાન'નું પગેરું ૧૯૭
www.jainelibrary.org