________________
પ્રતિબિમ્બ પડ્યું છે. ઇન્દુમતી અને સુબાહુ તે સમયે જે લજ્જા અનુભવે છે તેનું પણ કવિએ સુંદર વાસ્તવિક ચિત્ર દોર્યું છે.
દમયંતી સુદેવ સાથે કુંડિનપુર આવે છે ત્યારે નગરમાં પ્રવેશતાં એને નળ પણ યાદ આવે છે. માટે પ્રભુ વિના પીહરિયું ગ્રસે' એમ તે કહે છે. દમયંતી નગ૨માં આવે છે. એનાં માતાપિતા, સંતાનો અને સાહેલીઓ એને સામે મળવા માટે દોડે છે. પણ પતિ વિના એનું હૃદય હજુ અશાંતિ અનુભવે છે. જ્યાં સુધી પતિનો મેળાપ ન થાય ત્યાં સુધી એ વ્રત-નિયમ પાળે છે. વર્ષાઋતુ આવે છે અને એનું વિયોગદુઃખ વધે છે. આ રીતે પિયરમાં આવ્યાંને એક વર્ષ થયું છતાં નળનો મેળાપ નથી થયો માટે તે સુદેવને નળની શોધ માટે જવાને કહે છે. મહાભારતમાં દમયંતી જે દિવસે એના પિતાને ત્યાં આવે છે તે જ દિવસે રાત્રે, તે પોતાની માતાને નળની તપાસ કરાવવા માટે કહે છે; અને માતાના કહેવાથી ભીમકરાજા બ્રાહ્મણોને મોકલે છે. તેમાંથી પÉદ નામનો વૃદ્ધ બ્રાહ્મણ બાહુકની તપાસ કરી લાવે છે. ત્યાર પછી દમયંતીના સ્વયંવરનો સંદેશો લઈને સુદેવ ઋતુપર્ણ રાજાને ત્યાં જાય છે. પ્રેમાનંદે આ બંને કામ સુદેવને જ સોંપ્યાં છે, અને બીજા બ્રાહ્મણોનો તેણે કશો જ ઉલ્લેખ કર્યો નથી.
દમયંતી સુદેવ મારફત જે શબ્દો કહેવડાવે છે અને બાહુક જે રીતે એનો જવાબ આપે છે તેનું નિરૂપણ પ્રેમાનંદે મહાભારત કરતાં થોડું ભિન્ન કર્યું છે. મહાભારતની ટહેલમાં, નળને મૃદુ ઉપાલંભ છે, પરંતુ અહીં દમયંતી પોતાના માટે ‘અલભ્ય વસ્તુ’ અને રત્ન' જેવા શબ્દો કહેવડાવે છે; અને નળ પણ જવાબમાં એને ‘કાચ તરીકે ઓળખાવે છે તથા મત્સ્યના પ્રસંગને હજુ પણ સંભાર્યા કરે છે. તેમાં બંને પાત્રોનું ગૌરવ સચવાતું નથી. મહાભારતની અને તેને અનુસરીને ભાલણે આપેલી ટહેલ વધારે ગૌરવવાળી છે. પ્રેમાનંદની ટહેલ અને સુદેવે આવીને દમયંતીને આપેલો અહેવાલ એ બન્નેનું શ્રોતાઓના મનોરંજન કરવાના હેતુથી જ નિરૂપણ થયેલું વિશેષ લાગે છે.
૫૩મા કડવામાં, કવિએ સુદેવ ઋતુપર્ણને કંકોત્રી આપે છે ત્યાંથી તે બાહુકના દેહમાંથી કિલ નીકળી જાય છે ત્યાં સુધીના પ્રસંગનું, વિગતે આલેખન કર્યું છે. ‘નળાખ્યાન’નું આ સૌથી લાંબું ૧૨૬ કડીનું કડવું છે. આખું કડવું પોતાના શ્રોતાજનોના મનોરંજનાર્થે પ્રેમાનંદે લખ્યું હોય એમ લાગે છે. એથી એમાં હાસ્યરસ ઠીકઠીક નિષ્પન્ન થયો છે. એમાં કવિના જમાનાના ગુજરાતનું પ્રતિબિમ્બ પણ ઠીકઠીક પડ્યું છે. મહાભારત કરતાં ઘણું ભિન્ન નિરૂપણ પ્રેમાનંદે અહીં કર્યું છે. એમાં એની રસનિરૂપણની અને તાદશ ચિત્રો ખડાં કરવાની શક્તિનું આપણને અચ્છું
પ્રેમાનંદના ‘નળાખ્યાન'નું કથાવસ્તુ * ૧૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org