________________
ત્રિભુવનદીપકપ્રબંધ
વિક્રમના પંદરમા-શતકના કવિ શ્રી જયશેખરસૂરિની પ્રતિભા ખરેખર એક મહાકવિની છે. મધ્યકાળના ગણનાપાત્ર ઉત્તમ કવિઓમાં તેમનું સ્થાન મહત્ત્વનું છે. એમણે ગુજરાતી ભાષા કરતાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં પોતાનું લેખન વિશેષ કરેલું છે, અને તેમાં જ મહાકવિની તેમની પ્રતિભાનાં આપણને દર્શન થાય છે. એમણે બાર હજાર શ્લોકથી અધિક પ્રમાણવાળો ઉપદેશચિંતામણિ' નામનો ગ્રંથ સંસ્કૃતમાં લખ્યો છે. આ ઉપરાંત એમણે ધમિલચરિતમહાકાવ્ય' અને જૈન કુમારસંભવ’ નામનાં બે મહાકાવ્યો લખ્યાં છે. એ મહાકાવ્યો જ એમની મહાકવિ તરીકેની સિદ્ધિનાં દર્શન કરાવવાને બસ છે. આ મહાકાવ્યો ઉપરાંત એમણે પ્રબોધચિંતામણિ', “શત્રુંજય તીર્થદ્વત્રિશિકા', “ગિરનારગિરિદ્વત્રિશિકા', “મહાવીરજિદ્વત્રિશિકા', “આત્માવબોધકુલક' ઈત્યાદિ ગ્રંથોની રચના કરી છે. ગુજરાતીમાં એમણે પોતાના સંસ્કૃત રૂપકકાવ્ય “પ્રબોધચિંતામણિ પરથી ‘ત્રિભુવનદીપકપ્રબંધ'ની રચના કરી છે.
જયશેખરસૂરિ અંચલ ગચ્છના હતા. તેમના ગુરુ મહેન્દ્રપ્રભસૂરિ હતા. મેરૂતુંગસૂરિ અને મુનિશેખરસૂરિ તેમના ગુરુબંધુઓ હતા. જયશેખરસૂરિ પોતાના જૈન કુમારસંભવના અંતિમ શ્લોકમાં પોતાને “વાણીદત્તવર' તરીકે ઓળખાવે છે. એમની સમર્થ કવિપ્રતિભાની કીર્તિ એમના જમાનામાં ચારે બાજુ એટલી બધી પ્રસરેલી હતી કે બીજા કેટલાયે કવિઓ તેમની પાસે પ્રેરણા મેળવતા. માણિક્યસુંદરસૂરિ, ધર્મશેખરસૂરિ, માનતુંગગણિ ઇત્યાદિ કવિઓની પ્રતિભા એમની છાયા નીચે જ ઘડાઈ હતી.
‘ત્રિભુવનદીપક પ્રબંધ” જયશેખરસૂરિએ તત્કાલીન ગુજરાતી ભાષામાં રચેલી
૧૫૪ : સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org