________________
આ રાસમાં મૃગાવતીને માથે જ્યારે સંકટ આવી પડે છે ત્યારે સતી સ્ત્રીઓને માથે કેવાં કેવાં સંકટો આવી પડે છે અને તેમાંથી તેઓ કેવી રીતે પાર ઊતરે છે તેનું તેમને સ્મરણ થાય છે. કવિએ આ પ્રસંગે દસમી ઢાલમાં એકએક કડીમાં, એકએક સતીનો પ્રસંગ વર્ણવ્યો છે. એ પ્રમાણે સીતા, મદનરેખા, પદ્માવતી, દમયંતી, દ્રૌપદી, નર્મદા સુંદરી, કલાવતી, અંજનાસુંદરી, રતિસુંદરી, ઋષિદતા, કમલા, સુભદ્રા વગેરે સતીઓનાં શીલનો મહિમા કવિએ વર્ણવ્યો છે.
મૃગાવતી વિશે આ રાસ હોઈ એમાં શીલના મહિમાના નિરૂપણને કવિ દ્વારા મહત્ત્વ અપાય એ સ્વાભાવિક છે. રાસના પ્રારંભમાં જ કવિ શીલનો મહિમા દર્શાવે છે. કવિ કહે છે :
ધન સીલ તપ ભાવના આરે ધરમ પ્રધાન; - સીલ સરીખઉ કો નહી, ઈમ બોલઈ દૂધમાન. કનક કોડિ કો દાન ઈ, કનક તણો જિન ગેહ; સીલ અધિક એ બિહુ થકી, ઈહાં કો નહિ સંદેહ. સહસ ચઉરાસી સાધનઈ પડિલાભ્યાં ફ્લ જેહ; સુકિલ કસિણ પખિ દંપતી, જમાડ્યાં લ નેહ, ચઉઠિ ઈન્દ્રચરણ નઈ, જે પાલઈ સુધ સીલ; ઈહ ભવિ પૂજા પદ લહઈ પરભવ પામઈ લીલ. પ્રહ ઊઠી સહુ કો જપઈ સીલવંતના નામ,
બહૂામી ચંદનબાલિકા ઈત્યાદિક અભિરામ. રાસકૃતિઓમાં કેટલીક વાર એના કર્તા કવિઓ રાસમાં વચ્ચે વચ્ચે પ્રગટપણે સીધો ઉપદેશ આપવા લાગતા હોય છે. પરંતુ આ રાસમાં સમયસુંદરે ક્યાંય એ રીતે પ્રગટપણે સીધો ઉપદેશ આપ્યો નથી. અલબત્ત, પ્રસંગાનુસાર એમણે કેટલેક સ્થળે ધર્મની વાત સાંકળી લીધી છે. ઉદાહરણ તરીકે, મૃગાવતી અને શતાનીક રાજાનું મિલન થાય છે અને તેઓ કૌશામ્બીનગરી પાછા ફરે છે એ પ્રસંગે મૃગાવતી કેટલુંક ધર્મકાર્ય કરે છે તેનું વર્ણન કરતાં કવિ લખે છે :
મૃગાવતીના કરું વખાણ, પ્રથમ છોડાવ્યા બંદવાણ; લાખીણઉ લીધઉ સોભાગ, સાચઉ જીવ દયા રાગ. હીન દીન દુખિયા ઉધરાઈ, દાન પુણ્ય પણિ અધિકા કરઈ; દુષ્કર તપકિરિયા આદરઈ, પાલઈ સીલ સદા મન ખરી. આરાધઈ એક અરિહંત દેવ, સુધા સાધુ તણી કરઈ સેવ; આપઈ ગુપ્ત સુપાત્રઈ ધન. પણિ લિગાર ન કરઈ અભિમાન. સાતમી નઈ બલિ સાહમિણિ તણી, ભગતિ જુગતિ રાણી કરઈ ધણી;
૧૦ર સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org