________________
કે ઉપાધ્યાયની પદવી મળી હતી. આચાર્યશ્રી જિનસિંહરિએ લવેરા મુકામે એમને આ પદવી આપી હતી એમ રાજસોમ કવિ નોંધે છે. પરંતુ કઈ સાલમાં આ પદવી એમને આપવામાં આવી એનો ઉલ્લેખ કર્યો નથી. જોકે સમયસુંદરની કૃતિઓ પરથી એ સાલ નક્કી કરવામાં બહુ મુશ્કેલી નડતી નથી. સં. ૧૬ ૭ર અને ત્યાર પછી રચાયેલી બધી જ કૃતિઓમાં કવિ પોતાને પાઠક કે ઉપાધ્યાય તરીકે ઓળખાવે છે. જેમકે સં. ૧૬૭૨માં રચાયેલ સિંહલસૂત પ્રિયમેલક રાસાને અંતે તેઓ લખે
જયવંતા ગુરુ રાજીયા રે, શ્રી જિનસિંહસૂરિ રાય;
સમયસુંદર તસુ સાનિધિ કરી રે, ઈમ પભણઈ વિઝય રે સં. ૧૬ ૭૩માં લખાયેલા નલદવદંતી રાસને અંતે કવિ લખે છે :
“ઉવાય ઈમ કહઈ સમયસુંદર, કીયઊ આગ્રહ નેતસી;
ચઉપઇ નલદવદતી કેરી, ચતુર માણસ ચિતવસી.” સંવત ૧૬૭૨ પહેલાંની કોઈ પણ કૃતિમાં સમયસુંદરે પોતાને માટે પાઠક કે ઉપાધ્યાય પદનો ઉલ્લેખ કર્યો નથી. એટલે સં. ૧૬૭૧માં એમને ઉપાધ્યાયની પદવી મળી હશે એમ માની શકાય.
એમના કેટલાક શિષ્યોએ એમનો મહોપાધ્યાય તરીકે ઉલ્લેખ કર્યો છે. આચાર્ય શ્રી જિનસિંહસૂરિના કાળધર્મ પામ્યા પછી (સં. ૧૬ ૮૦ પછી), એમના ખરતરગચ્છમાં વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને આટલા લાંબા દીક્ષાપર્યાયવાળા ફક્ત તેઓ જ હતા. એટલે ગચ્છની પરંપરા પ્રમાણે ઉપાધ્યાયપદમાં તેઓ મોટા હોવાથી તેમને મહોપાધ્યાયનું પદ આપવામાં આવ્યું હોય એ અત્યંત સ્વાભાવિક છે.
સાધુ તરીકે સમયસુંદરને જુદે જુદે સ્થળે ફરવાનું અને ચાતુર્માસ દરમિયાન સ્થિર થવાનું બનતું. એમણે પોતે પોતાની કેટલીક કૃતિઓમાં એનાં રરાનાસ્થળોનો ઉલ્લેખ કર્યો છે અને કેટલાંક તીર્થોમાં ત્યાં ને ત્યાં જ એની સ્તુતિ માટે ગીતો,
સ્તવનોની રચના કરેલી છે. આ પરથી તેઓ કયાં કયાં વિચરેલા હતા અને ચાતુર્માસ નિમિત્તે કયાં કયાં સ્થિર થયેલા હતા તેની કેટલીક સ્પષ્ટ માહિતી મળી રહે છે. તેમણે સિંધ, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ધર્મોપદેશ અર્થે વિચરણ કર્યું હતું. તેમાં યે ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેઓ વિશેષ રહ્યા હતા અને જીવનનાં અંતિમ વર્ષોમાં તો તેઓ ગુજરાતમાં જ સ્થિર થયા હતા.
* જુગપ્રધાન જિનચંદ સ્વયંહસ્ત વાચક હો પદ લાહોરે દિયો શ્રી જિનસિંહસૂરિદ સહેરે લહેરે હો, પાટક પદ દયો.
રાજસોમકૃત ‘સમયસુંદરજી ગીતમ્' ૮૮ કે સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org