________________
ચર્ચા કરી છે, વળી આ ગ્રંથમાં કવિ પોતાને “ગણિ સમયસુંદર” તરીકે ઓળખાવે છે. ગહન વિષય, સંસ્કૃતમાં રચના અને ગણિ'નું પદ બતાવે કે આ ગ્રંથની રચના તેમણે પુખ્ત ઉંમરે પહોંચ્યા પછી જ કરી હશે. સં. ૧૬૪૧માં તેઓ ગણિ' હતા, અને આપણે જાણીએ છીએ કે દીક્ષા લીધા પછી “ગણિ' પદ પ્રાપ્ત કરવા માટે ચાર-પાંચ વર્ષ નહિ પણ ઓછામાં ઓછાં આઠ-દસ વર્ષની અખંડ સાધનાની અને અવિરત અભ્યાસની આવશ્યકતા છે. તેમાં પણ ‘ભાવશતક' જેવા ગ્રંથની રચના કરવા માટે તો અલબત્ત ઊંડા અભ્યાસ અને તલસ્પર્શી જ્ઞાનની અપેક્ષા રહે જ છે. એટલે સમયસુંદરે દીક્ષા સં. ૧૬૩૦ની આસપાસ લીધી હોય તો જ આ શક્ય બને છે.
બાળવયે દીક્ષા લઈ પંદર-વીસ વરસની ઉંમરે સાધુ તરીકે, તેમ જ સંસ્કૃતપ્રાકૃતના અઠંગ અભ્યાસી અને પ્રખર સાહિત્યકાર તરીકે ઉચ્ચ પ્રકારની સિદ્ધિ દાખવનારી કેટલીક વિરલ વિભૂતિઓ આપણને જોવા મળે છે. જો એ પ્રમાણે સમયસુંદરની બાબતમાં હોય તો તેમણે પણ વીસ-બાવીસ વર્ષની ઉમરે
ભાવશતક'ની રચના કરી હોય અને સાધુ તરીકે ‘ગણિ’નું પદ મેળવ્યું હોય એમ માની શકાય. પરંતુ એમની બાબતમાં તેમ બન્યું હોય એમ માનવું સંભવિત લાગતું નથી, કારણ કે તેમણે દીક્ષા બાળવયે નહિ, પણ પંદર-વીસ વર્ષની ઉંમરે લીધી હતી. સમયસુંદરના જ શિષ્ય વાદી હર્ષનંદને લખ્યું છે તે પ્રમાણે સમયસુંદરે “નવયૌવન ભર સંયમ સંગ્રહ્યો છે, સઈ હથે શ્રી જિનચંદ.” વાદી હર્ષનંદને જ્યારે નવયૌવનનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે ત્યારે સમયસુંદરે આઠદસ વર્ષની બાળવયે નહિ, પણ અઢારવીસ વર્ષની તરુણાવસ્થામાં દીક્ષા લીધી હશે એવું અનુમાન કરીએ તો ખોટું નથી. એ પ્રમાણે દીક્ષાના સમયે એમની ઉંમર ઓછામાં ઓછી ૨૦ વર્ષની કલ્પીએ, તો એમનો જન્મ સં. ૧૬ ૧૦ની આસપાસ થયો હશે એમ માની શકાય. દીક્ષા સમયની એમની ઉંમર પ્રમાણે આ જન્મસમય આગળપાછળ મૂકી શકાય. યુગપ્રધાન આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિએ પોતાને હાથે કવિને દીક્ષા આપી હતી અને પોતાના પ્રથમ શિષ્ય સકલચંદ્ર ગણિના શિષ્ય તરીકે એમને જાહેર કરી એમનું સમયસુંદર’ નામ રાખ્યું
હતું.
પોતાની કૃતિઓમાં સમયસુંદરે કે એમને અંજલિ અર્પતાં ગીતોમાં એમના શિષ્યોએ એમના જન્મનામનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. એટલે સાધુતાનો અંગીકાર કરી સમયસુંદર બનતાં પહેલાં એમનું બાળપણનું નામ શું હતું એ વિશે કશું જાણવા મળતું નથી. વસ્તુતઃ એક વખત દીક્ષા લઈ સંસારીપણાનો ત્યાગ કરનાર જૈન સાધુઓને પોતાનું મૂળ નામ જણાવવાની ભાગ્યે જ ઇચ્છા રહે છે. દીક્ષા લેતાં પહેલાં
૮૬
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org