________________
ઇત્યાદિનાં મનોહર વર્ણનો ઉપરાંત સમુદ્રો, દ્વીપો, રત્નો, કલાઓ, પુરાણો, સ્મૃતિઓ, વાદિત્રો, વસ્ત્રો, આયુધો, આભરણો, ગ્રહો, સ્વખો, જ્ઞાતિઓ ઈત્યાદિ ઘણા વિષયો અને એના પ્રકારોનું પ્રાસયુક્ત વર્ણન આપ્યું છે. આથી આ ગદ્યકથા મનોરમ ગદ્યકાવ્ય જેવી બની છે. કર્તાએ આપેલું એનું બીજું નામ “વાગ્વિલાસ” એથી સાર્થક બન્યું છે. માટે જ કવિને મધ્યકાલીન ગુજરાતી ભાષાના બાણભટ્ટ તરીકે ઓળખાવી શકાય એમ છે. ઉદાહરણ તરીકે પુણ્યના મહિમા વિશે કર્તાએ લખ્યું છે તે જુઓ :
“પુણય લગઈ પૃથ્વીપીઠ પ્રસિદ્ધિ, પુણ્ય લગઈ મનવાંછિત સિદ્ધિ, પુણ્ય લગઈ નિર્મલ બુદ્ધિ, પુણય લગઈ ઋદ્ધિવૃદ્ધિ, પુણ્ય લગઈ શરીર નીરોગ, પુણ્ય લગઇ અભંગુર ભોગ, પુણ્ય લગઈ કુટુંબ પરિવાર તણા સંયોગ, પુણ્ય લગઈ પલામીયાં તુરંગ, પુણ્ય લગઈ નવનવા રંગ, પુણ્ય લગઈ ઘરિ ગજઘટા, ચાલતાં દીકઈ ચંદન છટા, પુણ્ય લગઇ નિરુપમ રૂપ, અલક્ષ્ય સ્વરૂપ, પુણ્ય લગઈ આનંદદાયિની મૂર્તિ, અદ્દભુત સ્કૂર્તિ, પુણ્ય લગઈ ભલા આકાર, અભુત શૃંગાર, પુણ્ય લગઇ સર્વત્ર બહુમાન, ઘણું કિરૂં કહીયઈ, પામીયાં કેવલજ્ઞાન.'
વર્ષાત્રતુનું વર્ણન કરતાં કવિ લખે છે : ‘
વિસ્તરિઉ વર્ષાકાલ, જે પંખી તણી કાલ, નાઠઉ દુકાલ.........દિસિ ઘોર, નાચઈ મોર, પાણી તણા પ્રવાહ ખલહલઈ, વાડિ વેલા વલઈ, ચીખલિ ચાલતાં શકટ અલઈ, લોક તણાં મન ધર્મ ઉપરિ વલઇ.”
આમ, મધ્યકાલીન ગુજરાતી ગદ્યસાહિત્યમાં પૃથ્વીચંદ્રચરિત્રનું સ્થાન સૌથી મોખરે છે.
હેમચન્દ્રાચાર્યના સમય સુધી સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનાં વ્યાકરણ સંસ્કૃત ભાષામાં લખાયાં હતાં. ત્યાર પછીના સમય દરમિયાન ગુજરાતી ભાષાના માધ્યમ દ્વારા સંસ્કૃત ભાષાનાં વ્યાકરણો લખાવાં શરૂ થયાં. એ વ્યાકરણો માટે
ઔક્તિક' શબ્દ વપરાવા લાગ્યો. “ઔક્તિક એટલે ઉક્તિ વિશેની રચના, એટલે કે ભાષા વિશેની રચના. એવી રચનાઓમાં સંગ્રામસિંહકત બાલશિક્ષા' (ઈ. સ. ૧૨૮૦) સૌથી પ્રાચીન ઉપલબ્ધ ઔતિક છે, જેમાં આઠ પ્રકરણોમાં સંજ્ઞા, સંધિ, કારક, સમાસ ઈત્યાદિની વિચારણા કરવામાં આવી છે.
ઔક્તિકના પ્રકારની બીજી સમર્થ રચના તે કુલમંડનગણિકૃત “મુગ્ધાવબોધ ઔક્તિક' (ઈ. સ. ૧૩૯૪) છે. સામાન્ય મુગ્ધ જનોને પણ વ્યાકરણના વિષયમાં રસ અને સમજ પડે એ માટે લખાયેલી આ કૃતિ હોવાથી કર્તાએ એનું નામ “મુગ્ધાવબોધ ઔક્તિક' રાખ્યું છે.
આ બે ઔક્તિકો ઉપરાંત એ પ્રકારની ભિન્ન ભિન્ન સમયની છએક કૃતિઓ
નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય ૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org