________________
જો કદી સિંહ શિયાળથી ખવાઈ જાય તો જ બાહુબલિનું ભુજબળ ભાંગે. અરે દૂત! જો ગાય વાઘણને ખાઈ જાય તો જ ભરત જીતે.)
આવો જવાબ મળતાં જ ભારત અને બાહુબલિ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. બંનેનાં સૈન્યો વચ્ચે મહિનાઓ સુધી યુદ્ધ ચાલ્યું. ત્યાર પછી બંને ભાઈઓ પરસ્પર મુષ્ટિયુદ્ધ પર આવી ગયા. ભારતની મુષ્ટિથી બાહુબલિ કમર સુધી જમીનમાં ઊતરી ગયા, પરંતુ વીર બાહુબલિની મુષ્ટિથી ભરત તો કંઠ સુધી જમીનમાં ઊતરી ગયા. એથી ભરતે પોતાનું ચક્ર બાહુબલિ તરફ ફેંક્યું, પરંતુ બાહુબલિએ એ પોતાના હાથમાં ઝીલી લીધું. હવે બાહુબલિ વધુ ક્રોધે ભરાયા હતા. એમના હાથમાં ચક્ર આવ્યું હતું તે ચક્ર વડે જ આખા કુળનો વિનાશ કરવાનું તે વિચારતા હતા; ત્યાં ભરતના ચહેરા ઉપર પરાભવનો, પશ્ચાત્તાપનો તથા વિષાદનો ભાવ દેખાયો. એ જોઈ બાહુબલિ તરત સમજી ગયા. પોતાના મોટા ભાઈને દૂભવવા માટે એમને પણ પશ્ચાત્તાપ થયો. એમણે તરત યુદ્ધ કરવાનું માંડી વાળી ત્યાં ને ત્યાં જ પોતાના વાળનો લોચ કરી પ્રવ્રજ્યા ધારણ કરી. એમણે ઉગ્ર તપશ્ચર્યા કરી, બ્રાહ્મી અને સુંદરી એ બંને બહેનોના સમજાવવાથી અભિમાન પણ છોડ્યું અને અંતે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
આ કથાનકમાં યુદ્ધના પ્રસંગનું આલેખન કવિએ વીરરસથી સભર કર્યું છે. ભરત અને બાહુબલિ એ બંનેનાં પાત્રોને, વિશેષત: બાહુબલિના પાત્રને કવિએ સારો ઉઠાવ આપ્યો છે. કવિની વાણી વર્ણાનુપ્રાસ વગેરે શબ્દાલંકારો અને ઉપમાદિ અર્થાલંકારો વડે તેજસ્વી અને રસિક બની છે.
- શાલિભદ્રસૂરિએ આ ઉપરાંત બુદ્ધિરાસ’ નામનો ૫૮ કડીનો એક લોકપ્રિય રાસ લખ્યો છે. જેમાં કોઈ કથાનક વર્ણવવામાં આવ્યું નથી. પરંતુ ધમપદેશ આપવામાં આવ્યો છે.
આ સમય દરમિયાન લખાયેલી બીજી રાસકૃતિઓમાં આસગકૃત જીવદયારાસ' અને “ચંદનબાલારાસ', ધર્મફત “જિંબુસામિરાસ', પાલ્ડણકૃત નેમિજિનેન્દ્રરાસ', વિજયસેનસૂરિકૃત “રેવંતગિરિરાસ', દેલ્હણકૃત ‘ગજસુકુમાલરાસ', સંગ્રામસિંહકૃત “સાલિભદ્રચરિત્ર', પ્રજ્ઞાતિલકસૂરિકત કછૂલીરાસ', અંબદેવસૂરિકત મંગલકલશચરિત', વિજયભદ્રકૃત કમલારાસ', શાલિભદ્રસૂરિકત પંચ પાંડવરાસ', વિનયપ્રભકત “ગૌતમસ્વામીનો રાસ', જ્ઞાનકુશલકૃત ‘જિનોદયસૂરિ પટ્ટાભિષેકરાસ' ઇત્યાદિ મહત્ત્વની કૃતિઓ આપણને સાંપડે છે, જેમાંની કેટલીક હજુ અપ્રકાશિત છે.
ફાગ અથવા ફાગુ શબ્દ ‘ફગુ' શબ્દ ઉપરથી અથવા સંસ્કૃત “ફલ્થ' શબ્દ ઉપરથી આવ્યો છે. “ફલ્થ એટલે વસંતોત્સવ, જે કાવ્યોમાં નરનારીઓનો
નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય
૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org