________________
કરવામાં આવ્યું હોય છે. રાસસાહિત્યનું કથાલક એ રીતે ઠીક ઠીક વૈવિધ્ય અને વિસ્તારવાળું છે. આ રાસકૃતિઓમાં નિર્દેશ મળે છે તે પ્રમાણે વર્તુળાકાર નૃત્ય સાથે ગાવા માટે રાસકૃતિઓની રચના થતી, અને ક્યારેક દાંડિયાના તાલ સાથે, તો ક્યારેક તાળીઓના તાલ સાથે ગવાતી. જૈન સાધુકવિઓને હાથે આ પ્રકારની કૃતિઓની રચના થતી એટલે એમાં કેન્દ્રસ્થાને ધર્મ હોય અને કૃતિઓ ઉપદેશપ્રધાન હોય એ સ્વાભાવિક છે. આમ છતાં કેટલાયે કવિઓએ પોતાની કવિપ્રતિભા વડે કવિતાનાં ઉચ્ચ શિખરો એમાં સર કરેલાં આપણે જોઈ શકીએ છીએ.
ગુજરાતી સાહિત્યની શરૂઆત જ્યારથી ગણવામાં આવે છે તેના થોડા સમય પૂર્વેની, ગૌર્જર અપભ્રંશ ભાષાનાં લક્ષણો દાખવતી એક સમર્થ રાસકૃતિ ‘સંદેશક રાસક' પણ આપણને સાંપડી છે.
એક વણકરના પુત્ર અબ્દુલ રહેમાન નામના એક મુસલમાન કવિના હાથે લખાયેલી કૃતિ તે ‘સંદેશક રાસક' છે. કૃતિનું નામ સૂચવે છે તે પ્રમાણે એ દૂતકાવ્યના પ્રકારની કૃતિ તો છે, પરંતુ એમાં વિરહિણી નાયિકા પ્રત્યેક ઋતુમાં પોતે અનુભવેલી વિરહવ્યથાનું તે તે ઋતુના વર્ણન સાથે બયાન કરે છે તેથી તે ઋતુકાવ્યના પ્રકારની કૃતિ પણ બને છે.
વિજયનગરનો કોઈ યુવાન વેપાર માટે ખંભાતમાં જઈને રહ્યો છે. એની પત્ની લાંબા સમયથી પતિના વિયોગની વ્યથા અનુભવે છે. એવામાં સામોરનગરથી નીકળેલો કોઈ પથિક વિજયનગ૨માં વિરહિણી નાયિકાના ઘર પાસેથી પસાર થાય છે. નાયિકા તે સમયે લાંબા નિસાસા નાખતી વિલાપ કરી રહી છે. યુવતીએ પથિકને બોલાવી પૂછ્યું ત્યારે એણે જણાવ્યું કે પોતે પોતાના શેઠનો પત્ર લઈ સામોરનગરથી નીકળી ખંભાત પહોંચાડવા જઈ રહ્યો છે. ખંભાતનું નામ પડતાં યુવતીએ પથિકને પોતાનો સંદેશો લઈ જવા વિનંતી કરી. સંદેશામાં યુવતીએ ભિન્ન ભિન્ન છયે ઋતુમાં પોતે પોતાના પતિ માટે કેવી અને કેટલી ઝૂરી રહી છે તેનું વર્ણન કર્યું. સંદેશો લઈ પથિક જાય છે અને નાયિકા ઘરમાં પાછી ફરે છે ત્યાં થોડી જ વા૨માં નાયિકાનો પતિ બીજી દિશામાંથી ઘેર પાછો ફરે છે. આથી નાયિકાને ખૂબ આનંદ થાય છે, અને કથા નાયક-નાયિકાના મિલનમાં પરિણમી સુખાન્ત બને છે.
આ રાસમાં કવિએ વિજ્યનગર, સામોરનગર ઇત્યાદિ નગરોનું મનોહર વર્ણન કર્યું છે. ઋતુઓના વર્ણન સાથે વિરહિણી નાયિકાના વર્ણનમાં વિપ્રલંભ શૃંગારનું અને અંતે સંભોગશૃંગારનું પણ સચોટ આલેખન થયું છે. કવિનું ભાષા, છંદ અને ૨સાલંકાર ઉપરનું પ્રભુત્વ ધ્યાનાર્હ છે.
હેમચંદ્રાચાર્યના ઉત્તરકાળમાં, આશરે ઈ. સ. ૧૧૬૯માં લખાયેલી ૪૮ કડીની
નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય ૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org