________________
(સારું થયું, બહેન ! કે મારા કંથ માર્યા ગયા. જો તે ભાગીને ઘરે આવી ગયા હોત તો સખીઓ વચ્ચે હું લાજી મરત.)
વાયસુ ઉડ્ડાવત્તિઅએ પિઉ ટ્ઠિઉ સહસત્ત, અધ્ધા વલયા મહિહિ ગય અધ્ધા ફુટ્ટ તત્તિ.
(કાગડાને ઉડાડતી હતી તેણે અચાનક પિયુને આવતો જોયો. તેથી અરધાં બલોયાં જમીન પર પડી ગયાં અને અરધાં તડ દઈને ફૂટી ગયાં.)
આ સમય દરમિયાન લખાયેલા સાહિત્યમાંથી કેટલુંક પ્રકાશિત થયું છે અને ઘણું હજુ પ્રકાશિત થવાનું બાકી છે. કેટલુંક પુરોગામી પરંપરાને અનુસરીને લખાયું છે અને કેટલુંક નવીન રૂપ અને શૈલીએ લખાયું છે, જેથી કેટલીક નવી પરંપરાઓ ચાલુ થઈ છે. આ સમય દરમિયાન રાસ, ફાગુ, બારમાસી, વિવાહલુ, માતૃકા, લોકવાર્તા, ગદ્યકથા, બાલાવબોધ, ઔક્તિક વગેરે પ્રકારનું સાહિત્ય આપણને સાંપડે
છે.
સમગ્ર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ પ્રકારની કૃતિઓ લખાઈ હોય તો તે રાસના પ્રકા૨ની છે. આથી જ નરસિંહ પૂર્વેના સમયને ‘રાસયુગ’નું નામ આપવામાં આવે છે.
રાસ' શબ્દ સંસ્કૃત ‘રાસક’ શબ્દ પરથી આવ્યો છે. છંદના એક વિશેષ નામ તરીકે અથવા માત્રામેળ જાતિઓના સામાન્ય નામ તરીકે અથવા નર્તકીઓ તથા યુગલો વડે ખેલાતા ગેય ઉપરૂપક તરીકે એમ જુદા જુદા અર્થમાં ‘રાસ’ શબ્દ ભિન્ન ભિન્ન સમયે વપરાતો આવ્યો છે. રાસના પ્રકારનું સાહિત્ય અપભ્રંશ ભાષામાં પણ છે. પરંતુ ગુજરાતી ભાષામાં એ વિવિધ લાક્ષણિકતાઓ સાથે વિપુલ પ્રમાણમાં ખેડાયું છે.
જૂની ગુજરાતી ભાષામાં રાસનો આરંભ ટૂંકી ઊર્મિપ્રધાન રચનાથી થયો. આરંભની કેટલીક રાસકૃતિઓ તો પચાસ કડી જેટલી ટૂંકી જોવા મળે છે, પરંતુ સમય જતાં એમાં વિસ્તાર થતો ગયો. એમાં સવિસ્તર કથાનકો વિગતે આલેખાવા લાગ્યાં, જેને પરિણામે પાંચ હજારથી પણ વધુ પંક્તિના રાસ અઢારમા-ઓગણીસમા સૈકામાં લખાયેલા મળે છે. જેમ જેમ કૃતિના કદનો વિસ્તાર થતો ગયો તેમ તેમ એક જ બંધની સ૨ળ રચનાને બદલે ‘ભાષા’, ‘કડવક’, ‘ઠવણિ’ ઇત્યાદિ પ્રકારના નાના નાના ખંડમાં વિભક્ત હોય એવી રચનાઓ થવા લાગી.
રાસના પ્રકારની તમામ કૃતિઓ, કોઈક અપવાદ સિવાય, જૈન સાધુકવિઓને હાથે લખાયેલી છે. એમાં તીર્થંકરો, મહાન સાધુઓ, આદર્શ શ્રાવકો, પવિત્ર તીર્થસ્થળોનાં વૃત્તાન્તો કે જૈનશાસ્ત્રોમાં આપેલી દૃષ્ટાન્તકથાઓ ઇત્યાદિનું નિરૂપણ
* સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org