________________
જેમાં લગ્નની પરિભાષા પ્રયોજીને મુનિ મહારાજના સંયમરૂપી કન્યા સાથેના વિવાહનું રૂપક યોજવામાં આવ્યું હોય એવી કૃતિઓ “વિવાહલના પ્રકાર તરીકે
ઓળખાય છે. રાસ અને ફાગુની જેમ વિવાહલુ પણ ઉત્સવપ્રસંગે ગવાતા અને રમાતા, સોમમૂર્તિકૃત “જિનેશ્વરસૂરિવિવાહલું', મેરુનંદકૃત જિનોદયસૂરિ વિવાહલ' ઈત્યાદિ એ પ્રકારની કૃતિઓ છે.
માતૃકા એટલે મૂળાક્ષરો. એમાં “આથી શરૂ કરી પ્રત્યેક મૂળાક્ષર પ્રમાણે પંક્તિ શરૂ થતી હોય તેવી પદ્યરચના કરવામાં આવતી. કેટલીક વાર એમાં એક અક્ષર માટે એક કડીની તો કેટલીક વાર એક કરતાં વધારે કડીની રચના થતી. કોઈક કૃતિમાં માત્ર ઉપદેશવચનો હોય, તો કોઈકમાં સાથે કોઈ કથા પણ ગૂંથી લેવામાં આવી હોય. જે કતિઓ “અ”ને બદલે વ્યંજન “કથી શરૂ થતી હોય અને દુહામાં લખાયેલી હોય તે કૃતિઓ “કક્ક' કહેવાય છે. માતૃકાચોપાઈ “સંવેગમાતૃકા, દુહામાતૃકા', ધર્મમાતૃકા' “શાલિભદ્રકક્ક” વગેરે આ પ્રકારની કૃતિઓ આપણને આ સમયમાં સાંપડે છે.
આ ઉપરાંત “છપ્પા', “ધવલ”, “ચર્ચરી', છંદ', “કુલક', “સ્તુતિ', “સ્વાધ્યાય ઈત્યાદિ વિવિધ પ્રકારની રચનાઓ પણ આ સમય દરમિયાન થયેલી મળી આવે
સ્વતંત્ર બારમાસીકાવ્ય તરીકે જેની રચના કરવામાં આવી હોય એવી ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ તે વિનયચંદ્રસૂરિકત નેમિનાથચતુષ્પાદિકા છે. નાયિકા રાજુલ અને એની સખી વચ્ચેના સંવાદરૂપે ઉત્કટ વિરહનું મનોરમ આલેખન આ બારમાસી કાવ્યમાં થયું છે. રાજુલનાં લગ્ન નેમિકુમાર સાથે નક્કી થયાં હોય છે, પરંતુ લગ્ન માટે જાન સાથે પધારેલા નેમિકુમાર લગ્નનો જમણવાર કરવાને મારવા માટે એક વાડામાં પૂરેલાં પશુઓને જોઈ લગ્ન કર્યા વિના જ પાછા ફરે છે. એમનો વિરહ અનુભવતી રાજુલ સખીઓ પાસે પોતાની વેદના વ્યક્ત કરે છે. એમાં દરેક મહિને બદલાતા જતા પ્રકૃતિના વાતાવરણ સાથે પોતાની વિરહવ્યથા ઉત્તરોત્તર કેટલી ઉત્કટ બનતી જાય છે તે રાજુલ વર્ણવે છે. બારમાસી કાવ્યોમાં અંતે નાયકનાયિકાનું મિલન થતું હોય છે. જેન ઇતિહાસ પ્રમાણે રાજુલ અંતે દીક્ષિત નેમિનાથને મળે છે અને એમના ઉપદેશથી દીક્ષા ગ્રહણ કરે છે. આ રીતે આ બારમાસીનું પર્યવસાન શૃંગારરસમાં નહીં પણ વિરક્તિના શાંત રસમાં થયું છે.
- કવિ શ્રીધર વ્યાસે ૭૦ કડીમાં લખેલી ઐતિહાસિક ઘટનાનું નિરૂપણ કરતી કૃતિ “રણમલ્લ છંદ' આ સમયના આપણા સાહિત્યમાં જુદી જ ભાત પાડે છે. મુસલમાન સૂબા ઝફરખાને ઈડર પર ચડાઈ કરી અને ઈડરના રાણા રણમલ્લે તેનો
નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય
૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org