________________
ભાષાકીય અને સાહિત્યિક પરિવર્તન થઈ રહ્યું હતું અને એ સમયની બોલચાલની પ્રાચીન ગુજરાતી ભાષા બારમી સદીના ઉત્તરાર્ધમાં તો સાહિત્યની ભાષા તરીકે પણ વપરાવા લાગી હતી. નરસિંહ મહેતાના સમય પૂર્વેની આ ભાષાને આપણે પ્રાચીન ગુજરાતી ભાષા તરીકે ઓળખીએ છીએ. પંદરમા શતક દરમિયાન વિકસેલી અને સત્તરમા શતક સુધીની ભાષા તે મધ્યકાલીન ભૂમિકાની ગુજરાતી ભાષા અને સત્તરમા શતકથી તે વર્તમાન સમય સુધીની ભાષા તે અર્વાચીન ગુજરાતી ભાષા. આપણી આજની ગુજરાતી ભાષાના મુકાબલે નરસિંહ પૂર્વેની ગુજરાતી ભાષા કેટલી જૂની હતી તે કેટલાંક ઉદાહરણો ઉ૫૨થી જોઈ શકાશે.
‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર',
યાશ્રય મહાકાવ્ય', ‘વીતરાગસ્તોત્ર’, યોગશાસ્ત્ર’, ‘અભિધાનચિંતામણિકોશ', ‘અનેકાર્થસંગ્રહ”, ‘નિઘંટુકોશ’, ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ ઇત્યાદિ સંખ્યાબંધ સમર્થ ગ્રંથોના પ્રકાંડ પ્રણેતા, સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષા ઉપર અસાધારણ પ્રભુત્વ ધરાવનાર મહાન કવિ, કોશકાર અને વૈયાકરણ સિદ્ધરાજ અને કુમારપાળ એ બે રાજવીઓને પ્રતિબોધ પમાડનાર મહાન જૈનાચાર્ય, સોલંકી યુગના સંસ્કાર નિર્માતા, ‘કલિકાલસર્વજ્ઞ’નું બિરુદ પ્રાપ્ત કરનાર ગુજરાતના જ્યોતિર્ધર હેમચંદ્રાચાર્યની જન્મભાષા ગુજરાતી નહીં પણ ગૌર્જર અપભ્રંશ હતી, તેમ છતાં આ તેજસ્વી યુગવિધાયકનો ગુજરાતી સાહિત્ય ઉ૫૨ પરોક્ષ રીતે ઉપકા૨ ઘણો મોટો છે. એમની ઉત્તરવયમાં જ ગુજરાતી ભાષાનાં સ્વતંત્ર લક્ષણો પ્રગટ થવા લાગ્યાં હતાં અને એથી જ કોઈ સમર્થ સાહિત્યકારથી સાહિત્યનો ઇતિહાસ શરૂ કરવાની પ્રણાલિકા અનુસાર ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ હેમચંદ્રાચાર્યથી ઇતિહાસકારો શરૂ કરે છે તે સર્વથા યોગ્ય જ છે.
ગુજરાતી ભાષાનો ઉદ્ભવ થયો તે પૂર્વેના તરતના સમયમાં ભાષાનું સ્વરૂપ કેવું હતું તે હેમચંદ્રાચાર્યકૃત ‘સિદ્ધહૈમ'માં જોવા મળે છે. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના વ્યાકરણની રચના ‘સિદ્ધહૈમ-શબ્દાનુશાસન'ના નામથી હેમચંદ્રાચાર્યે કરી તેમાં આઠમા અધ્યાયના ચોથા પાદમાં અપભ્રંશ ભાષાના વ્યાકરણના નિયમો સમજાવવા માટે એમણે આપેલા દુહાઓનાં અવતરણોમાં તત્કાલીન ભાષાસ્વરૂપ કેવું હતું તે તથા વર્તમાન અર્વાચીન ગુજરાતી ભાષાથી એ કેટલું જુદું પડે છે તે જોઈ શકાય છે. શૃંગાર, વીર, હાસ્ય વગેરે રસનાં ઉદાહરણરૂપ સચોટ દુહાઓમાંથી નમૂનારૂપ થોડાક જોઈએ :
ભલ્લા હુઆ જુ મારિઆ બહિણી મહાચ કંતુ, લજ્જેજ્જ તુ વયંસિઅહુ જઇ ભગ્ગા ઘરુ એંતુ.
Jain Education International
નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય * ૬૯
For Private & Personal Use Only
www.jainelibrary.org