________________
મિત્રવિયોગરૂપી અગ્નિમાં બળતાં હૃદયોવાળાં પક્ષીઓ વ્યાકુળ બની વિલાપ કરવા લાગ્યાં અને ઈર્ષ્યાળુ રાજાની રાણીઓની જેમ દૂર નજર કરતી દષ્ટિઓ રોકાઈ ગઈ. ત્રિભુવનનો ગૃહસ્વામી કાળધર્મ પામે તેવી રીતે સૂર્ય અસ્ત થતાં સંધ્યા સમયે લોકોના શોરબકોરના ઉદ્દામ અવાજરૂપી રુદન જાણે દિશાપત્નીઓ કરતી હતી.”
તે સમયે ભુવનતલમાં કયો વૃત્તાન્ત પ્રવર્તી રહ્યો હતો? જંગલમાંથી ગોધન ચરીને પાછું ઘર તરફ આવી રહ્યું હતું. ચોરનાં ટોળાં બહાર નીકળ્યાં હતાં. મુસાફરોના સમુદાય મુકામ નાખતા હતા. વ્યભિચારીઓ, વેશ્યા-વારાંગનાઓ ઉત્કંઠિત થયાં હતાં, મુનિવરો સંધ્યોપાસનાના કાર્યમાં રોકાઈ ગયા હતા, ચક્રવાકી વિરહદુ:ખ અનુભવતી હતી. સ્ત્રીપુરુષોનાં હૃદય ઉચ્છુવાસ લઈ રહ્યાં હતાં, બ્રાહ્મણોનાં ગૃહોમાં ગાયત્રીનો જાપ ચાલી રહ્યો હતો. કાકાકૌઆ મૌન બની ગયા હતા. ઘુવડ ફરવા માંડ્યાં હતાં. પિગલિક પક્ષીઓ ચિલચિલ શબ્દ કરતાં હતાં. પક્ષીઓ કૂજન કરતાં હતાં, કાકિણીઓ નાચવા લાગી હતી. ભૂતો ફરવા લાગ્યાં હતાં. શિયાળો રડવા લાગ્યાં હતાં. વળી વૃક્ષોની અંદર પક્ષીઓ નિદ્રાધીન બન્યાં હતાં. અને બાળક જેમ માતાની સોડમાં સૂઈ જાય તેમ વનરાજિ સૂઈ ગઈ હતી.'
આવા સંધ્યાસમયે કેવા કેવા શબ્દો કઈ કઈ જગ્યાએ સંભળાવા લાગ્યા ? મંત્રજાપ કરવાના મંડપોની અંદર હવનમાં ઘી, તલ અને સમિધની આહુતિના તડતડ શબ્દો, બ્રાહ્મણોની પાઠશાળામાં ગંભીર વેદપઠનના શબ્દો, રુદ્રમંદિરમાં મનહર ચિત્તાકર્ષક ગીતનાદો, ધાર્મિક મઠોમાં ગળું ફાટી જાય તેવા શબ્દો, કાપાલિકોના ઘરમાં ઘંટા ડમરૂકના શબ્દો, ચૌટા વચ્ચે આવેલા શિવમંદિરમાં વાર્જિવ અને પોકારના શબ્દો, મકાનોમાં ભગવદ્ગીતાનાં પારાયણ અને ધૂનના શબ્દો, જિનમંદિરોમાં સદ્ભુત યથાર્થ ગુણની રચનાવાળાં સ્તુતિસ્તોત્રના શબ્દો, બુદ્ધમંદિરમાં એકાંત કરુણ રસવાળાં અર્થગર્ભિત વચનો, નગરગૃહોમાં વગાડેલા મોટા ઘંટનાદો, કાર્તિકસ્વામીના મંદિરમાં મોર કૂકડા અને ચકલાંના શબ્દો અને ઊંચાં દેવમંદિરોમાં મનોહર કામિનીઓનાં ગીતોના તેમ જ મૃદંગ મધુર સ્વરો સંભળાય છે. વળી –
કોઈ જગ્યાએ ગીતનો અવાજ, કોઈ જગ્યાએ તબલાંનો અવાજ તથા કોઈ ગ્યાએ એક સાથે બોલતાં ભજનઆરતીનો અવાજ રાત્રિ શરૂ થતી હતી તે સમયે સંભળાતો હતો.'
વળી કામિનીગૃહોમાં કેવા કેવા શબ્દો સંભળાતા હતા? અરે પલ્લવિકા, શયનગૃહ બરાબર તૈયાર કર, ચિત્રામણવાળી ભિતીઓ ઝાપટી નાખ, મંદિરામાં કપૂર નાખ, પુષ્પમાળાનું ગૃહ તૈયાર કર, ભૂમિ ઉપર પત્રવેલની ભાત અને રંગોળીની રચના કરો, પુષ્પોની પથારી બનાવ, ધૂપઘટિકાઓ સળગાવો, મધુર શબ્દ બોલનારાં
૧૬
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org