________________
કરી છે.
સહજસુંદર ‘ઉપકેશ' ગચ્ચના આચાર્ય સિદ્ધિસૂરિના શિષ્યરત્નસમુદ્ર ઉપાધ્યાયના શિષ્ય હતા. તેઓ સંસ્કૃતના પણ પ્રકાંડ પંડિત હતા. એમણે સંસ્કૃતમાં વ્યાકરણે પ્રથમ પાદઃ’ નામના ગ્રંથની રચના ઈ.સ. ૧૫૨૫માં કરી હોવાનો ઉલ્લેખ મળે છે. સંસ્કૃત ભાષા ઉપરના તેમના પ્રભુત્વને કારણે તેનો પ્રભાવ તેમની ગુજરાતી કૃતિઓ ઉપર પણ પડ્યો છે. એથી એમની કૃતિઓમાં ક્યારેક સંસ્કૃત તત્સમ શબ્દોનો ઉપયોગ વધુ જોવા મળે છે. ચાર અધિકારમાં લખાયેલી ૭૬ ૫ શ્લોક પ્રમાણ એવી કવિની ગુણરત્નાકર છંદ’ નામની કૃતિ કે જેમાં એમણે સ્થૂલિભદ્રના ચિરત્રને ભિન્નભિન્ન છંદમાં વર્ણવ્યું છે, તેમાંની થોડીક પંક્તિઓ ઉદાહરણ તરીકે જુઓ શશિકર નિકર સમુજ્વલ માલમારુદ્ધ સરસ્વતી દેવી, વિચરતી કવિજન હૃદયે હૃદયે સંસાર ભયહરિણી,
હસ્ત કમંડલ પુસ્તક વીણા, સુહઝાણ નાણ ગુણ છીણા, અપ્પઇ લીલ વિલાસ, સા દેવી સરસઈ યઉં.
આમાંની પ્રથમ બે પંક્તિ કવિએ સરસ્વતી છંદ'માં પ્રયોજેલી છે.
ઋષિદત્તા રાસ (ઈ. સ. ૧૫૧૬) જેમાં કવિએ ઋષિદત્તાના શીલનો મહિમા ગાયો છે, તેમાંની આરંભની થોડી પંક્તિઓ જુઓ, જે કવિના ભાષાપ્રભુત્વની પ્રતીતિ કરાવશે.
કઈ કવિત કરું મન ભતિ સારણ દેવ તણઇ પરભાતિ, સિદ્ધિસૂરિ ગુરુપય નમીય સીલ શિરોમણિ ગુણ સંયુતા, મિ અનોપમા શ્રી ઋષિદતા જલધિસુતા જંગ તે સમાય.
સહજસુંદરની બધી જ કૃતિઓ અપિ અપ્રકાશિત છે. એ બધી પ્રકાશિત થતાં કવિની પ્રતિભાનો સવિશેષ પરિચય થશે.
લાવણ્યરત્ન
આ જ ગાળાના બીજા એક સમર્થ કવિ તે લાવણ્યરત્ન છે. તેઓ તપગચ્છના સાધુપંડિત ધનદેવના શિષ્ય સુરહંસના શિષ્ય હતા. વત્સરાજ દેવરાજ રાસ’માં કવિએ સુપ્રસિદ્ધ આચાર્ય સોમસુંદરસૂરિથી પોતાની ગુરુપરંપરાનો નિર્દેશ કર્યો છે. લાવણ્યરત્ને આ રાસ ઉપરાંત યશોધરચરિત્ર’ (ઈ.સ. ૧૫૧૯), ‘મત્સ્યોદર રાસ,’ ‘કલાવતી રાસ”, અને ‘કમલાવતી રાસ'ની રચના કરી છે.
પાર્શ્વચન્દ્રસૂરિ
વડતપગચ્છના પુણ્યરત્નના શિષ્ય સાધુરત્નના શિષ્ય પાર્શ્વચન્દ્રસૂરિએ રાસના
Jain Education International
જૈન સાહિત્ય ૪૭
For Private & Personal Use Only
www.jainelibrary.org