________________
કવિની કેટલીક કૃતિઓની કલશની પંક્તિઓ-અંતિમ ચાર પંક્તિઓ -- પ્રાસાનુપ્રાસયુકત અને કવિના ભાષાપ્રભુત્વના નમૂનારૂપ હોય છે. ઉ. ત. સાધુવંદનાંની “કળશની પંક્તિઓ જુઓ :
ઈમ જનવાણી જોઈ હિયાં આણી માં ભણ્યા, ભવતરણ તારણ, દુઃખ વારણ સાધુ ગુરુ મુખિ જે સુયા. ઇમ અચ્છ મુનિવર જેય હોસ્ય, કાલિ અનંતઈ જે હુઆ,
તે સત છંદિહ શ્રી પાસચંદઈ મનિ સંથુઆ. અને આ જુઓ “એકાદશચનદ્ધાત્તિશિકા'ની કળશની પંક્તિઓ :
સેવા કરવઈ ભવજલ તરિયાઇ ધરિયાઈ હિયડઈ ગુરુ વયણે, પરમારથ ગ્રહિયાં શિવમુખ લહીઈ રહિયઈ આદર જિનશરણે ઈગ્યાર પદારથ ભાખ્યા સમરથ સાંભલિ ભવિયણ સહિયે.
જે થાઈ ઇકચિત પામાં સમકિત શ્રી પાસચંદ્ર ઈણિ પરિ કહએ. વિનયદેવસૂરિ
વિનયદેવસૂરિ રાજપુત્ર હતા. સોલંકી રાજા પધરાયના તે પુત્ર હતા. એમની માતાનું નામ સીતાદે હતું. એમનો જન્મ ઈ. સ. ૧૫૧૨માં માલવાના આજણોઠ ગામમાં થયો હતો. તેમનું નામ બ્રહ્મકુંવર હતું. એટલે જ તેઓ પોતાની કૃતિઓમાં પોતાનો નામોલ્લેખ બ્રહ્મ'ના નામથી ઘણી વાર કરે છે.
બ્રહ્મકુંવર પોતાના મોટા ભાઈ ધનરાજ સાથે દ્વારકાજીની જાત્રા કરી ગિરનાર ગયા ત્યાં તેમણે અને તેમના મોટા ભાઈએ રંગમંડણ ઋષિ પાસે દીક્ષા લીધી. તેઓ બ્રહ્મ-મુનિ (વાહા-છષિ) બન્યા. પાર્જચન્દ્રસૂરિના ગુરુના ગુરુ પુણ્યરત્ન પાસે દીક્ષા લેનાર બરદરાજ ઋષિનો (જે પાછળથી વિજયદેવસૂરિ થયા) મેળાપ બ્રહ્મઋષિને પાટણમાં થયો અને પછી તેઓ તેમની સાથે દક્ષિણમાં ઘણે સ્થળે ફર્યા અને ઘણે સ્થળે વાદમાં જીત્યા. આચાર્યપદ મળ્યા પછી તે વિનયદેવસૂરિના નામથી ઓળખાયા. તેઓ એક મહાન આચાર્ય હતા અને એમણે કેટલાક સૈદ્ધાન્તિક મતભેદને કારણે સુધર્મગચ્છના નામથી પોતાનો જુદો ગચ્છ સ્થાપ્યો હતો. તેઓ ઈ. સ. ૧૫૯૦માં બરહાનપુરમાં કાળધર્મ પામ્યા હતા. એમના એક શિષ્ય મનજીઋષિએ ઈ. સ. ૧૫૯૦માં વિનયદેવસૂરિ રાસની રચના કરી છે, જેમાં તેમના જીવન અને કાર્યની સવિગત માહિતી આપી છે.
વિનયદેવસૂરિએ રાસ, ચોપાઈ, વિવાહલો, ધવલ, સ્તવન, ઇત્યાદિ પ્રકારની કૃતિઓની રચના કરી છે. એમણે ઈ. સ. ૧૫૩૭માં “સુસઢ ચોપાઈની ૨૪૩ કડીમાં રચના કરી છે, જેમાં સુસઢનું કથાનક વર્ણવવામાં આવ્યું છે. આ કથાનક મહાનિશીથ
જૈન સાહિત્ય ૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org