________________
વાસુપૂજ્ય સ્વામી ધવલ', જિનરાજનામ સ્તવન', “અંતકાલ આરાધના ફલ', પ્રથમ આસ્ત્રવધર કુલક', “જિનપ્રતિમા સ્થાપના પ્રબંધ', “અષ્ટકર્મવિચાર', “સૈદ્ધાત્તિક વિચાર’ ઈત્યાદિ સંખ્યાબંધ બીજી કૃતિઓ ગણાવી શકાય. વિનયદેવસૂરિએ આ ઉપરાંત સંસ્કૃતમાં પ્રજ્ઞપ્તિસૂત્ર ઉપર ટીકા અને પાખીસૂત્રવૃત્તિની રચના પણ કરેલી
દોલતવિજય
તપગચ્છના સુમતિસાધુની પરંપરામાં પદ્મવિયના પ્રશિષ્ય શાંતિવિજયના શિષ્ય દોલતવિજયે ખુમાણ રાસની રચના કરી છે. રાસમાં કવિએ રચનાનાલનો નિર્દેશ કર્યો હશે પરંતુ તેની એકમાત્ર મળતી પ્રત અપૂર્ણ હોવાથી તે સાલ ચોક્કસપણે જાણી શકાતી નથી. આ રાસમાં કવિએ ચિતોડના રાણા ખુમાણ અને તેના વંશજોનો ઇતિહાસ ચારણશાહી પદ્ધતિએ વર્ણવ્યો છે. જૈન સાધુકવિઓએ ક્યારેક આવી પ્રશસ્તિના પ્રકારની રાસ કૃતિની પણ રચના કરી છે તે આ રાસ પરથી જોઈ શકાય છે. કવિનાં કેટલાંક વર્ણનો જનમનરંજનાર્થે થયેલાં હોય એમ જણાય છે. આરંભમાં કિવિ ગણેશને પણ વંદન કરે છે, જે પ્રકારની સ્તુતિ સામાન્યપણે જૈન કવિઓની કૃતિઓમાં જવલ્લે જ જોવા મળે છે.
શિવ સુત સુંઢાલો સબલ, સેવે સરવ સુરેશ,
વિઘન વિદારણ વરદીયણ ગવરીપુત્ર ગણેશ. અન્ય કવિઓ:
ઈ.સ. ૧૪૫૦થી ૧૫૫૦ સુધીના સો વર્ષના ગાળાના મહત્ત્વના કેટલાક કવિઓ અને એમની કૃતિઓનો પરિચય મેળવ્યો. આ ગાળામાં બીજા સંખ્યાબંધ કવિઓએ રાસ, ફાગુ, વિવાહલો, પ્રબંધ, સ્તવન, સક્ઝાય ઇત્યાદિ પ્રકારની કૃતિઓની રચના કરી છે, જેમાંની જવલ્લે જ થોડી કૃતિઓ હજુ પ્રકાશિત થઈ છે. આ કવિઓ અને એમની કૃતિઓમાં નોંધપાત્ર તે નીચે મુજબ છે :
(૧) સાધુમેરુકૃત-પુણ્યસાર રાસ (૨) સંઘવિમલ (અથવા શુભશીલકૃત) સુદર્શન શ્રેષ્ઠીનો રાસ (૩) સંઘકલશકૃત સમ્યકત્વ રાસ (૪) અજ્ઞાતકૃત ઋષિદત્તા રાસ (૫) આનંદ મુનિકૃત ધર્મલક્ષી મહત્તરાભાસ (૬) શુભશીલગણિકૃત પ્રસેનજિત રાસ (૭) ઉદયધર્મકૃત ઉપદેશમાલા કથાનક (૮) રત્નશખરકૃત રત્નચૂડ રાસ (૯) કલ્યાણસાગરકૃત અગડદા રાસ (૧૦) આણંદમેરુકૃત કાલકસૂરિ ભાસ (૧૧) મતિશેખરકૃત ધના રાસ; કુરગડુ મહર્ષિ રાસ; મયણરેહા સતી રાસ; ઈલાપુત્ર ચરિત્ર (૧૨) જિનવર્ધનત ધન્નારાણ (૧૩) આજ્ઞાસુંદરકત વિદ્યાવિલાસ ચોપાઈ (૧૪)
જૈન સાહિત્ય
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org