________________
ગોરા બાદલની એ કથા, કહી સુંણી પરંપરા યથા, સાંભળતાં મનવંછિત ફ્લે, રોગ સોગ દૂષ દોહગ ટલે. સાંમ ધરમ સા પુરસા હોઈ, સીલ દઢ ફુલવંતી જોઈ,
હિંદુ ધમ સત પરમાણ, વાગા સુજસ તણા નિસાંણ. શ્રી હેમરત્નસૂરિએ “સીતાચરિત્ર' નામની પણ એક કૃતિની રચના કરી છે. જેમાં જૈન પરંપરાનુસારી રામસીતાની કથાનું સાત સર્ગમાં આલેખન કરવામાં આવ્યું છે. ચોપાઈ, દુહા અને જુદી જુદી દેશીઓની ઢાલમાં આ કૃતિ લખાયેલી છે. ત્રીજા સર્ગને અંતે કવિ જૈન રામાયણ "પદ્મચરિત્ર' પઉમચરિય)નો નિર્દેશ કરે છે –
પદમાજ વાચક સુખસાઈ, પદ્મચરિત્ર ગ્રહી મનમાંહિ
હેમસૂરિ ઇમ જપઈ વાત, ત્રીજા સરગ તણો અવાત. મહીરાજ
કવિ મહીરાજની અત્યાર સુધીમાં માત્ર એક જ કૃતિ ઉપલબ્ધ છે અને તે એમના પોતાના હસ્તાક્ષરમાં લખાયેલી નલ-દેવદતી રાસ. એની રચના કવિએ ઈ. સ. ૧૫૫૬માં કરી છે. દુહા, ચોપાઈ અને જુદી જુદી ઢાળાની બધી મળીને સાડાબારસો કડીમાં કવિએ કરેલી આ રચનામાં કથાવિકાસ પ્રમાણે ખંડ પાડવામાં આવ્યા નથી. રાસની શરૂઆત કવિએ નલ-દવદંતીના પૂર્વભવના પ્રસંગોથી કરી છે. કથાવૃત્તાન્ત માટે કવિએ હેમચંદ્રાચાર્યના ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'નો અને દેવપ્રભસૂરિના પાંડવચરિત્ર'નો આધાર લીધેલો જણાય છે. કવિએ પ્રસંગાલેખન, પાત્રાલેખન, પ્રકૃતિવર્ણન અને દાનશીલાદિના મહિમાના વર્ણનમાં નલ-દેવદતી વિશે રાસકૃતિની રચના કરનારા પોતાના પુરોગામી કવિઓ કરતાં વિશેષ શક્તિ દાખવી છે, જોકે કેટલેક સ્થળે ઋષિવર્ધન જેવા કવિની આ રાસ ઉપર પડેલી છાયા પણ જોઈ શકાય છે. અલબત્ત, બીજી બાજુ કેટલેક સ્થળે કવિની સ્વતંત્ર અને મૌલિક કલ્પનાશક્તિ પણ જોઈ શકાય છે. પ્રસંગે પ્રસંગે અનુકૂળતા પ્રમાણે દષ્ટાંતો અને સુભાષિતોના પ્રકારની પંક્તિઓ પણ કવિએ વચ્ચે પ્રયોજી છે જે એકંદરે રાસની ગુણવત્તામાં ઉમેરો કરે છે. કુશળલાભ
વાચક કુશળલાભ ઈ.સ.ના સોળમા સૈકાના ઉત્તરાર્ધમાં વિદ્યમાન હતા. એમણે પોતાની કૃતિઓમાં પોતાની ગુરુપરંપરાનો થોડોક નિર્દેશ કર્યો છે. “તેજસાર રાસ'માં અને “અગડદત્ત રાસ'માં તેઓ પોતાના ગુરુ અભયધર્મ ઉપાધ્યાયનો ઉલ્લેખ કરે છે. કુશળલાભ ખરતરગચ્છના જિનચંદ્રસૂરિની પરંપરાના હતા અને રાજસ્થાન તરફ તેમનો વિહાર વિશેષ રહેલો જણાય છે. એમણે પોતાની બે મહત્ત્વની રાકૃતિઓનું
પ૬ ક સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org