________________
સર્જન રાજસ્થાનમાં જેસલમેરમાં કર્યું હતું. તેમણે ખંભાતના સ્થંભનક પાર્શ્વનાથની અને પારકરના ગોડી પાર્શ્વનાથની જાત્રા કરી હતી. કુશળલાભે રચેલો નવકાર મંત્રનો છંદ' આજે પણ જેનોમાં ગવાય છે.
કવિ કુશળલાભે રચેલી અને હાલ ઉપલબ્ધ કૃતિઓ આ પ્રમાણે છે: (૧) માધવાનલ ચોપાઈ (ઈ.સ. ૧૫૬O), (૨) મારુઢોલાની ચોપાઈ (ઈ.સ. ૧૫૬૧), (૩) જિનરક્ષિત જિનપાલિત સંધિ (૧પ૬ ૫), (૪) તેજસાર રાસ (ઈ.સ. ૧૫૬ ૮), (૫) અગડદત્ત રાસ (ઈ.સ. ૧૫૬૯), (૬) સ્તંભન પાર્શ્વનાથ સ્તવન, (૭) ગોડી પાર્શ્વનાથ સ્તવન (2) નવકાર મંત્રનો છંદ.
માધવાનલ ચોપાઈ – માધવાનલકામકંદલા ચોપાઈ (અથવા માધવાનલ પ્રબંધ)ની રચના કવિ કુશળલાભે ઈ.સ. ૧૫૬૦ વિ.સં. ૧૬૧૬)માં ફાગણ સુદ ૧૩ને રવિવારે જેસલમેરમાં કરી હતી. તેમણે જેસલમેરના મહારાજા યાદવ રાઉલ શ્રી માલદેવના પાટવી કુંવર રાજા હરિરાજના કુતૂહલ અર્થે આ કૃતિની રચના કરી હતી એવો નિર્દેશ એમાં કર્યો છે –
રાઉલ માલ સુપાદ ધર, કૂયર શ્રી હરિરાજ, વિરચ્યા એહ સિણગાર રસ, તારા કુતૂહલ કાજ.
સંવત સોલ સોલોતરઈ, જેસલમેર મારિ, ફાગણ સુદિ તેરામિ દિવસે, વિરચી આદિતિ વારિ, ગાહા દૂહા ને ચુપઈ, કવિત કથા સંબંધ,
કામકંદલા કામિની, માધવાનલ પ્રબંધ. કવિ જણાવે છે તે પ્રમાણે દુહા અને ચોપાઈમાં પોતે આ કૃતિની રચના કરી છે અને એમાં ચોપાઈની કડીઓ જ સવિશેષ છે. એમાં વચ્ચે વચ્ચે સંસ્કૃત શ્લોક પણ મૂકવામાં આવ્યા છે, અને પ્રાકૃત ગાથાઓ પણ આપવામાં આવી છે. ૬૬૬ કડીની આ કૃતિને કવિએ ઇવણિ કે કડવક ઇત્યાદિમાં વિભક્ત કરી નથી. તેમ જ તેમાં ચોપાઈ ઉપરાંત ભિન્ન ભિન્ન દેશીની ઢાળો પણ પ્રયોજવામાં આવી નથી. માધવાનલ અને કામકંદલાની કથાનાં મૂળ લોકકથામાં રહેલાં છે અને કુશળલાભે પણ ઈતર કેટલાક જૈન કવિઓની જેમ લોકકથામાંથી કથાનક પસંદ કરી પોતાની આ કૃતિની રચના કરી છે. આ અભુતરસિક કથામાં માધવ અને કામકંડલાના પ્રેમ અને વિરહના પ્રસંગોમાં કવિએ શૃંગારરસનું પણ સારું નિરૂપણ કર્યું છે. કવિની આ કૃતિને એમના પુરોગામી કાયસ્થ કવિ ગણપતિએ ઈ.સ. ૧૫૧૮માં આઠ સર્ગમાં દુહાની ૨૫૦૦ કડીમાં રચેલ “માધવાનલકામકંડલાદોમ્પક સાથે સરખાવવા જેવી
જૈન સાહિત્ય ૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org