________________
જે હજુ અપ્રકાશિત છે. કવિ હીરકલશ જ્યોતિષના પણ સારા જાણકાર હતા અને એમની “જ્યોતિષસાર’ નામની પદ્યમાં રચેલી એક કૃતિ પણ મળે છે. એમની રાસ સઝાઈ ઈત્યાદિ કૃતિઓમાં ક્યારેક કૃતિની રચનાતાલ ઉપરાંત માસ-તિથિની સાથે નક્ષત્રનો પણ ઉલ્લેખ થયેલો હોય છે. વળી, કવિ પોતાની કેટલીક કૃતિઓમાં પોતાની ગુરુપરંપરા સુપ્રસિદ્ધ દાદાગુરુ શ્રી જિનચંદ્રસૂરિથી નામોલ્લેખો સાથે દર્શાવે છે.
કવિની કૃતિઓમાં ૬૯૩ કડીમાં રચાયેલી “સમ્યકત્વ કૌમુદી રાસ', ૮૩ કડીમાં રચાયેલી “આરાધના ચોપાઈ' તથા કુમતિવિધ્વંશ ચોપાઈમાં કથાનિરૂપણ કરતાં તત્ત્વચર્ચા વિશેષ થયેલી છે. કવિની સુદીર્ઘ કૃતિ તે સિંહાસનબત્રીસી' છે, જે બે હજાર કરતાં વધુ કડીમાં લખાયેલી છે. વાચક નયસુંદર
ઈ.સ.ના સોળમા સૈકાના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા જૈન કવિઓમાં વાચક નયસુંદર એક સમર્થ કવિ છે. તેઓ વડતપગચ્છની પરંપરામાં શ્રી ધનરત્નસૂરિના બે શિષ્યો ભાનુમેરુ ઉપાધ્યાય અને વાચક માણિક્યરત્ન એ બે પૈકી ભાનુમેરુના શિષ્ય હતા. તેઓ માણિક્યરત્નના લઘુ બંધુ હતા એવો પોતે પોતાની રાસકૃતિઓમાં ઉલ્લેખ કર્યો છે. નયસુંદરની એક શિષ્યા તે સાધ્વી શ્રી હેમશ્રી – જેમણે “કનકાવતી આખ્યાન' નામની રાસકૃતિની રચના કરી છે. જૈન સાધ્વીઓમાં હેમશ્રી એક વિરલ કવયિત્રી છે.
કવિ નયસુંદર પંડિતકવિ હતા. તેઓ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ફારસી ઇત્યાદિ ભાષાઓના પણ સારા જાણકાર હતા. એમણે કાવ્યશાસ્ત્રનો પણ સારો અભ્યાસ કર્યો હશે એમ એમની કૃતિઓ પરથી જોઈ શકાય છે. કવિ નયસુંદરની કૃતિઓ આ પ્રમાણે ઉપલબ્ધ છે: (૧) યશોધરનૃપ ચોપાઈ (ઈ.સ. ૧૫૬ ૨), (૨) રૂપચંદકુંવર રાસ (ઈ.સ. ૧૫૮૧), (૩) શત્રુંજયમંડન તીર્થોદ્ધાર રાસ (ઈ. સ. ૧૫૮૨). (૪) પ્રભાવતી રાસ (ઈ.સ. ૧૫૮૪), (૫) સુરસુંદરી રાસ (ઈ. સ. ૧૫૯૦), (૬) નળદમયંતી રાસ (ઈ. સ. ૧૬૦૯), (૭) ગિરનાર ઉદ્ધાર રાસ, (૮) શીલરક્ષા પ્રકાશ રાસ (ઈ. સ. ૧૬ ૧૩), (૯) આત્મપ્રતિબોધ, (૧૦) શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન, (૧૧) શાંતિનાથ સ્તવન, કવિની આ કૃતિઓમાં ‘નળદમયંતી રાસ” અને “રૂપચંદકુંવર રાસ' એમની સમર્થ કૃતિઓ છે.
નળદમયંતી રાસ - કવિ નયસુંદરની રાસકૃતિ ‘નળદમયંતી રાસ' એ વિષયની જૈન પરંપરાની અન્ય રાકૃતિઓ કરતાં જુદી જ ભાત પડે છે. કવિએ ઈ. સ. ૧૬૦૯માં કરેલી આ રાસની રચના માણિક્યદેવસૂરિના સંસ્કૃત મહાકાવ્ય નલાયન'નો આધાર લઈને કરી છે. જૈન પરંપરામાં ‘નલાયન’ મહાકાવ્ય એક
જૈન સાહિત્ય ૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org