________________
સુખમાં દિવસોનું નિર્ગમન કરતો હતો. એવામાં ઉજ્જયિનીમાં પધારેલા જૈન આચાર્ય સિદ્ધસેનસૂરિના ઉપદેશની રાજા ઉપર ઘણી અસર પડી. રૂપચંદ પણ ત્યાં ઉપસ્થિત હતો. સૂરિએ સંસારની અસારતા, મનુષ્ય ભવની દુર્લભતા, અજ્ઞાની જીવનાં કર્મો, મૃત્યુ પાસે સર્વની અધીનતા ઈત્યાદિ પર વિવેચન કરી ઉપદેશ આપ્યો. રૂપચંદે પૂછતાં બીજે દિવસે પોતાના જ્યોતિષજ્ઞાનના આધારે એને જણાવ્યું કે એનું આયુષ્ય હવે માત્ર છ માસનું છે. એ સાંભળી, વિચારી, માતાપિતા તથા પત્નીઓને સમજાવી રૂપચંદે સિદ્ધસેનસૂરિ પાસે દીક્ષા લીધી. એની સાથે એની પત્નીઓએ અને પાંચેક વડીલોએ પણ દીક્ષા લીધી. છ મહિના પૂરા થવા આવતાં મુનિવર રૂપચંદ સંલેખના કરી, આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગે સિધાવ્યા.
કવિએ આ કથાનકને રસિક બનાવવા વર્ણનો, અલંકારો, સુભાષિતો ઈત્યાદિ ઉપરાંત એમાં કેટલીક આડકથાઓ પણ નિરૂપી છે. આ કથા કવિની મૌલિક છે, પરંતુ કેટલાંક કથાઘટકો કવિએ બીજેથી લીધેલાં જણાય છે. કવિએ રાસને અંતે પોતે કહ્યું છે :
કેતો ચરિત્ર માંહેલો ચરી, કેતો કહ્યો સ્વબુદ્ધ કરી,
કેતી વાત સુણી તે કહી, અધિકે ઓછું ખાણું સહી. લોકકથાના પ્રકારની આ કથા હોવાથી એમાં અભુતરસિક ઘટનાઓનું નિરૂપણ થાય એ સ્વાભાવિક છે. વળી એમાં શૃંગારરસનું નિરૂપણ પણ કવિએ ઠીકઠીક કર્યું છે. તેમ છતાં કવિનો આશય કૃતિને શાંતપર્યવસાયી બનાવવાનો છે એ સ્પષ્ટ છે. કવિ પોતે કહે છે : પ્રથમ શૃંગાર રસ થાપિયો, છેડો શાંત રસ વ્યાપિયો.” કવિ નયસુંદરકૃત “રૂપચંદકુંવર રાસ' આપણા સમગ્ર રાસ-સાહિત્યની એક મહત્ત્વની કૃતિ બની રહે છે. મંગલમાણિક્ય
આગમ બિડાલંબ ગચ્છના મુનિરત્નસૂરિની પરંપરાના ભાનુભટ્ટના શિષ્ય કવિ મંગલમાણિક્ય રચેલી બે રાકૃતિઓ ઉપલબ્ધ છે, જે બંને હજુ અપ્રકાશિત છે. એમણે ઈ. સ. ૧૫૮૨માં ઉજ્જયિનીનગરીમાં ‘વિક્રમરાજ અને ખાપર ચોરનો રાસની રચના કરી છે. વિક્રમ વિશે જે જુદી જુદી ગદ્યકથાઓ અને રાસ લખાયેલા છે તેનો અભ્યાસ કરી કવિએ આ વીરરસપ્રધાન કૃતિની રચના કરી છે એમ પોતે નિર્દેશ કર્યો છે :
વિક્રમ સિંહાસન છઈ બત્રીસ, કથા વૈતાલીણી પંચવીસ, પંચદંડ છત્રની કથા, વિક્રમચરિત્ર લીલાવઈ કથા,
૬૨ જ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org