________________
વિજયદેવસૂરિકૃત શીલ રાસ (૬ ૬) મહીચંદકૃત ઉત્તમ ચરિત્ર ચોપાઈ (૬૭) સમરચંદ્રશિષ્પકૃત શ્રેણિક રાસ (૬ ૮) કલ્યાણકૃત કૃતકર્મ રાજાધિકાર રાસ (૬૯) કમલમેરુકૃત કલાવતી ચોપાઈ (૭૦) મતિસાગરકૃત લઘુ ક્ષેત્ર સમાસ ચોપાઈ; સંગ્રહણી રાસ (૭૧) પુણ્યરત્નકૃત નેમિરાસ (યાદવ રાસ) (૭૨) વિનયસમુદ્રકૃત આરામશોભા ચોપાઈ; મૃગાવતી ચોપાઈ; ચિત્રસેન પદ્માવતી રાસ; પદ્મચરિત્ર; રોહિણેય રાસ (૭૩) કનકકૃત મેઘકુમાર રાસ (૭૪) રાજરત્નસૂરિકૃત હરિબલ માછી ચોપાઈ (૭૫) ભાવકૃત હરિન્દ્ર પ્રબંધ, અંબડ રાસ. સોમવિમલસૂરિ
સોમવિમલસૂરિ ઈ. સ.ના સોળમા સૈકાના એક પ્રતિભાશાળી આચાર્ય હતા. ઈ. સ. ૧૫૧૮માં તેમણે તપગચ્છના હેમવિમલસૂરિ પાસે દીક્ષા લીધી હતી. સોમવિમલસૂરિના શિષ્ય આણંદસોમે ઈ. સ. ૧૫૬ ૩માં “સોમવિલાસસૂરિ રાસની રચના કરી છે, જેમાં સોમવિમલસૂરિના જીવન વિશેની માહિતી સચવાયેલી છે. સોમવિમલસૂરિનું નામ દીક્ષા પૂર્વે જસવંત હતું અને તેઓ ખંભાતના સમધર મંત્રીના વંશજ રૂપવંતના એ પુત્ર. એમની માતાનું નામ અમરાદે. શિરોહીમાં પંડિતપદ, વિજાપુરમાં ઉપાધ્યાયપદ મેળવ્યા પછી ખંભાતમાં આચાર્ય પદવી સોમવિમલસૂરિએ મેળવી હતી અને ઈ. સ. ૧૫૮૧માં તેઓ કાળધર્મ પામ્યા હતા.
સોમવિમલસૂરિએ “શ્રેણિક રાસ, ધમ્મિલ રાસ, “ચંપક શ્રેષ્ઠી રાસ' અને ક્ષુલ્લક કુમાર રાસ' એ ચાર રાસકૃતિઓ ઉપરાંત “કુમારગિરિમંડળ' “શ્રી શાંતિનાથ સ્તવન’, ‘દસ દૃષ્ટાંતનાં ગીતો', પટ્ટાવલિ સક્ઝાય', “ચસિમાં શબ્દના ૧૦૧ અર્થની સઝાય' ઇત્યાદિ પદ્યકૃતિઓની રચના કરી છે. આ ઉપરાંત એમણે ગુજરાતી ગદ્યમાં ‘કલ્પસૂત્ર બાલાવબોધ'ની રચના પણ કરી છે.
શ્રેણિકરાસ - સોમવિમલસૂરિએ ઈ. સ. ૧૫૪૭માં કુમારગિરિનગરમાં શ્રેણિક રાસની રચના કરી છે. એની કર્તાના હસ્તાક્ષરમાં લખાયેલી હસ્તપ્રત ઉપલબ્ધ છે. આ રાસનું અપર નામ “સમ્યકત્વસાર રાસ' છે. ચાર ખંડની ૬૮૧ કડીમાં કવિએ આ રાસની રચના કરી છે. સકલ જિનેશ્વર, સરસ્વતી દેવી અને ગૌતમ સ્વામીને પ્રણામ કરીને કવિ રાસની રચનાનો પ્રારંભ કરે છે –
સકલ જિનવર સકલ જિનવર ચરણ વંદેવિ. દેવી શ્રી સરસતીતણા પાવકમલ બહુ ભક્તિ જુક્તિઓ, પ્રણમી ગોયમ સ્વામિવર, સુગુરુપાય, કમલ સ્તઓ, શ્રેણિક રાજા ગુણ નિલુઓ, બુદ્ધિ વિશાલ, રચિસુ રાસ હું તહતો. સુણીઓ અતિહિ રસાલ.
જૈન સાહિત્ય અક પ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org