________________
પ્રકારની બે જ કૃતિની રચના કરેલી જણાય છે અને તે પણ કદમાં ઘણી નાની છે. આ બે કૃતિઓ તે ઈ.સ. ૧૫૪૧માં રચેલી ૮૬ કડીની કૃતિ “વસ્તુપાલ તેજપાલ રાસ અને ૪૨ કડીની રચના “જિનપ્રતિમા સ્થાપના રાસ'. પરંતુ તે ઉપરાંત એમણે સંખ્યાબંધ નાની નાની કૃતિઓની રચના કરી છે. નાની કૃતિઓમાં પોતાના ગચ્છ, ગુરુપરંપરા ઈત્યાદિના ઉલ્લેખને અવકાશ નથી. “ખંધકચરિત્ર સજઝાયમાં એમણે પોતાના ગચ્છ અને ગુરુનો નીચે પ્રમાણે ઉલ્લેખ કર્યો છે.
વડતપ ગચ્છિ ગુણરયણ નિધાન, સાહરણ પંડિત સુપ્રધાન,
પાર્ષચન્દ્ર નામે તસુ સીસ, તિણિ કીધો મન આણી જગીસ. પાર્જચન્દ્રસૂરિ હમીરપુર નગરના પ્રાધ્વંશના વેલ્વગશાહના પુત્ર હતા. એમનો જન્મ ઈ.સ. ૧૪૮૧માં થયો હતો. એમની માતાનું નામ વિમલાદે હતું. પાર્જચન્દ્ર નવ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. ઈ.સ. ૧૫૭૯માં તેમને આચાર્યપદ આપવામાં આવ્યું હતું. તેઓ એક સમર્થ મહાન જૈનાચાર્ય હતા અને ઈ.સ. ૧૫૪૩માં એમને યુગપ્રધાનનું બિરુદ આપવામાં આવ્યું હતું. જોધપુરમાં તેઓ કાળધર્મ પામ્યા હતા. એમણે ઘણા રાજવીઓને અને અન્ય રજપૂતોને ઉપદેશ આપ્યો હતો. એમના નામ પરથી પાચન્દ્ર ગચ્છ પાયચંદ ગચ્છ) નીકળ્યો હતો.
પાર્ધચન્દ્રસૂરિએ વિવેકશતક', “દુહાશતક', “એષણાશતક' ઇત્યાદિ શતકના પ્રકારની અને પાક્ષિક છત્રીશી', ‘આગમ છત્રીશી', ‘ઉત્તરાધ્યયન છત્રીશી', “ગુરુ છત્રીશી', “મુહપતિ છત્રીશી', “ભાષા છત્રીશી', ઈત્યાદિ છત્રીશીના પ્રકારની કૃતિઓની રચના કરી છે. તદુપરાંત, “સાધુવંદના', ‘અતિચાર ચોપાઈ', “ચરિત્ર મનોરથમાલા', “શ્રાવકમનોરથમાલા', “આત્મશિક્ષા', “જિનપ્રતિભા', “સ્થાપના વિજ્ઞપ્તિ', “અમરદ્વાર', “સપ્તતિકા', “નિયતાનિયત', પ્રશ્નોત્તપ્રદીપિકા', “બ્રહ્મચર્ય, દંશ સમાધિસ્થાન કુલ”, “સ્તર ભેદી પૂજા', “અગિયાર બોલ સઝાય’, ‘વંદનદોષ', આરાધના મોટી', ‘આરાધના નાની’, ‘ઉપદેશરહસ્ય ગીત', ‘વિધિવિચાર', “વીતરાગ સ્તવન', “શાંતિજિન સ્તવન', “રૂપકમાલા', “અંધકચરિત્ર', કેશિ પ્રદેશિબંધ', સંવેગબત્રીસી', “સંવરકુલક' ઇત્યાદિ ઘણી નાનીનાની કૃતિઓની રચના કરી છે. એ બધી કૃતિઓમાં રાસ કે પ્રબંધ કે ચરિત્રના પ્રકારની કૃતિ કરતાં આરાધનાના વિષયની કેટલીક કૃતિઓ કદમાં મોટી છે. એમની એક કૃતિ ૪૦૬ કડી જેટલી મોટી છે. શ્રી પાર્શ્વચન્દ્રસૂરિએ આ રીતે ચરિત્રાદિ વર્ણનાત્મક કૃતિઓ કરતાં શાસ્ત્રીય નિરૂપણની ઉપદેશના પ્રકારની કૃતિઓનું સર્જન સવિશેષ કર્યું છે. “આત્મશિક્ષા'માં કવિ કહે છે :
રે અભિમાની જીવડા, તું કિમ પામિસિ પાર, લઘુ છલ નિરખે પારકા, તું તિહનો ભંડાર.
૪૮
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org