________________
મદદથી રાતોરાત લાંબું અંતર કાપી ગુપ્તપણે મળવા આવે છે અને પાછો ચાલ્યો જાય છે. પરિણામે સગર્ભા બનેલી મૃગાંકલેખાને અસતી ગણી કાઢી મૂકવામાં આવે છે. વનમાં તે પુત્રને જન્મ આપે છે અને કેટલેક સમયે એનો પુત્ર પણ વનમાં ગુમ થઈ જાય છે. ત્યારપછી એક પછી એક સંકટોમાં આવી પડતી મૃગાંકલેખા એક યા બીજી યુક્તિથી પોતાના શીલને બચાવે છે અને છેવટે પોતાના સાગરચંદ્ર પતિને અને પુત્રને મેળવે છે અને સુખમાં વર્ષો વીતાવે છે.
દુહા, ચોપાઈ, અને વિવિધ દેશીની ઢાલમાં રચાયેલી આ કૃતિમાં કવિ ઉપદેશપ્રધાન અદ્ભુતરસિક કથાવસ્તુ પ્રવાહી અને વેગવંતી શૈલીએ આલેખે છે. નવપલ્લવ પાર્શ્વનાથ કલશ' નામની લઘુકૃતિમાં કવિ વચ્છ ભંડારીએ સૌરાષ્ટ્રમાં આવેલા -- મંગળપુર માંગરોળના પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરી છે. લાવણ્યસમય
કવિ લાવણ્યસમય ઈ. સ. પંદરમા સૈકાના એક સમર્થ કવિ થઈ ગયા. વીર જિનેશ્વર કેરો શિષ્ય ગૌતમ નામ જ નિશદિશ’ ‘એ પંક્તિથી શરૂ થતો એમનો ગૌતમ સ્વામીનો છંદ આજ દિવસ સુધી જૈનોમાં રોજેરોજ ગવાતો આવ્યો છે. એટલે કે સાધારણ જૈન સમાજ આજે પણ યશોવિજયજી આનંદઘનજી જિનહર્ષ ઉદયરત્ન, પવિજય, દેવચંદ્ર, વીરવિજય ઈત્યાદિ કવિઓથી જેમ સુપરિચિત છે તેમ લાવણ્યસમયથી પણ સુપરિચિત છે.
લાવણ્યસમયનો જન્મ ઈ. સ. ૧૪૬૫માં અમદાવાદમાં અજદરપુરામાં થયો હતો. એમના પિતાનું નામ શ્રીધર અને માતાનું નામ ઝમકલદેવી હતું. લાવણ્યસમયનું જન્મનામ લહુરાજ (લઘુરાજી પાડવામાં આવ્યું હતું. એ સમયે અજરપુરામાં જૈન મંદિરની પાસે આવેલા ઉપાશ્રયમાં મુનિ સમયરત્ન બિરાજમાન હતા. શ્રીધરે એમને લહુરાજના જન્માક્ષર બતાવ્યા. તે જોઈ સમયરને કહ્યું, “આ બાળક મહાન તપસ્વી, કોઈ મોટો યતિ, મહાવિદ્વાન અને બહુ તીર્થયાત્રા કરનારો થશે.” મુનિ સમયરત્નના કહેવાથી માતા-પિતાએ લહુરાજને નવમે વર્ષે દીક્ષા આપવાનું નક્કી કર્યું અને તે મુજબ એને પારણામાં સમયરત્નના ગુરુ લક્ષ્મીસાગરસૂરિના હસ્તે દીક્ષા આપવામાં આવી અને તેનું નામ લાવણ્યસમય' રાખવામાં આવ્યું. મુનિ સમયરને લાવણ્યસમયને નાની વયથી જ અધ્યયન કરાવ્યું હતું. સોળમે વર્ષે તો લાવણ્યસમય કવિતાની રચના કરવા લાગ્યા હતા. એમણે લખેલા ‘વિમલપ્રબંધ'ની ચૂલિકામાં તેઓ પોતાને વિશે જણાવે છે :
જૈન સાહિત્ય - ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org