________________
‘હનુમંત રાસ’, ‘સમક્તિ સાર’, ‘સા૨ા૨વાસોનો રાસ' એટલા રાસ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ધર્મપચીશી' નામની ૨૭ કડીની એક લઘુકૃતિ પણ ઉપલબ્ધ છે. કવિની ભાષા સરળ છે અને ઉપમા દૃષ્ટાંત ઇત્યાદિ અલંકારો કવિ સહજ રીતે પ્રયોજે છે. દા.ત.,
બાલ ગોપાલ જિમ પઢઇ સુણઇ જાણે બહુ ભેદ જિપ્ત સાસણ ગુણ નિરમલ મિથ્યામત છેદ
કઠીણ નારીયલ દીજે બાલક હાથિ તે સ્વાદ ન જાણે છોલ્યા કૈલા દાખ દીજે તે ગુણ બહુ માને,
તિમ એ આદિ પુરાણ સાર, દેસ ભાષ વખાણું
પ્રગટ ગુણ જિમ વિસ્તરે જિણ સાસણવાંનું (આદિનાથ રાસ)
વચ્છ ભંડારી
વડતપગચ્છના જ્ઞાનસાગરસૂરિના ભક્ત શ્રાવક વચ્છ ભંડારીએ રચેલી ‘જીવભવસ્થિતિ-રાસ’, મૃગાંકલેખા રાસ' અને ‘નવલપલ્લવ પાર્શ્વ કલશ' એ ત્રણ કૃતિઓ મળે છે.
કવિએ પોતે નિર્દેશ કર્યો છે તે પ્રમાણે એમણે ઈ.સ. ૧૪૬૭ના ફાગણ સુદ ૧૩ને રવિવારે જીવભવસ્થિતિ રાસ'ની રચના પૂર્ણ કરી છે. ‘સિદ્ધાન્ત રાસ’ અથવા ‘પ્રવચનસા૨’ એવાં બીજાં બે નામ ધરાવતી આ કૃતિની રચના બે હજાર કરતાંયે વધુ કડીમાં વિવિધ રાગ અને દેશીમાં થયેલી છે. આ કૃતિમાં કવિએ જીવની ભવસ્થિતિનું વર્ણન સૈદ્ધાન્તિક ચર્ચા સાથે કર્યું છે. કવિ લખે છે :
ણિ પરિઈ જીવભવ સ્થિતિ, તે અતિ અલક્ષ અપાર, એક જીવ આસાન ભવ તરઈ, એક ફિરઇ અનંત સંસારિ
કવિની બીજી કૃતિ ‘મૃગાંકલેખા રાસ’ પહેલા કરતાં કદમાં નાની છે. એમાં રચનાસાલનો સ્પષ્ટ ઉલ્લેખ હોય એમ જણાયું નથી. પરંતુ તે આશરે ઈ.સ. ૧૪૮૮ પહેલાંની હોય એમ જણાય છે. ૪૦૨ જેટલી કડીમાં લખાયેલી આ રાસકૃતિમાં કવિનો આશય મૃગાંકલેખા સતીનું ચરિત્ર આલેખવાનો છે અને આ દ્વારા શીલનો મહિમા દર્શાવવાનો છે. કવિ ગૌતમ ગણધરને પ્રણામ કરીને ‘સીલ સિરોમણિ’ એવી મૃગાંકલેખાના વૃત્તાન્તનો પ્રારંભ કરે છે. ઉજ્જૈની નગરીના અવંતીસેન રાજાના મંત્રી મતિસારની રૂપગુણવતી ધર્મનિષ્ઠા પુત્રી મૃગાંકલેખાનાં લગ્ન સાગરચંદ્ર નામના શ્રેષ્ઠીપુત્ર સાથે થાય છે. પણ કોઈક કારણે ગેરસમજ થવાથી તે મૃગાંકલેખાને બોલાવતો નથી અને દેશાવર ચાલ્યો જાય છે. સાતેક વર્ષ એ રીતે વીત્યાં પછી ધર્મધ્યાનમાં સમય વિતાવતી મૃગાંકલેખાને સાગરચંદ્ર એક વાર દૈવી ગુટિકાની
૪૦ * સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org