________________
પૂજાના પ્રકારની કૃતિઓ રચનાર કવિઓમાં કવિ દેપાળનું નામ પ્રારંભના કવિઓમાં જોવા મળે છે. એની “સ્નાત્રપૂજા' નામની એક જ કૃતિ રચેલી મળે છે. પ્રાકૃત ગાથાઓ સહિતની આ કૃતિ જૈન મંદિરોમાં પ્રાતઃકાળમાં તીર્થકર ભગવાનની
સ્નાત્રપૂજા' કરતી વખતે કેટલીક દ્રવ્યક્રિયા સાથે ગાવા માટે લખાયેલી છે. એમાં પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરતાં કવિ વારાણસી નગરીનું સંક્ષેપમાં વર્ણન કરે છે. તેમાંની થોડીક પંક્તિઓ જુઓ!
તિહાં ગઢમઢ મંદિર દીસે અભિનવ, સુંદર પોલિ પ્રકાર. કોસીસી પાખલ ફિરતિ ખાઈ, કોઢ વિસામા ઘાટ. હાંરે જિનમંડળ શિખરબદ્ધ પ્રાસાદે દંડ કળશ બ્રહ્માંડ
અતિ ગિરુઆ ગુણસાગર બહુ સોહે, દીસે પુછવી પ્રચંડ. ત્રષિવર્ધન
કવિ ઋષિવર્ધન અંચલ ગચ્છના જયકીર્તિસૂરિના શિષ્ય હતા. તેમની માત્ર એક જ કૃતિ મળે છે નલરાજ ચુપઈ. મધ્યકાળમાં નળદમયંતીની કથા જૈન પરંપરા પ્રમાણે નલ-દવદંતીની કથા) વિશે લખાયેલી રાકૃતિઓમાં ઈ. સ. ૧૪પ૬ (સં. ૧૫૧૨)માં શ્રી ઋષિવર્ધને રચેલી રાસકૃતિ આ ગાળાની કૃતિઓમાં નોંધપાત્ર છે. નલરાજચુપઇ” અથવા “નલરાય-દવદંતીચરિત'ના નામની આ કૃતિની રચના કવિએ દુહા, ચોપાઈ અને ભિન્નબિન દેશીઓમાં પ્રયોજેલી ઢાળોમાં કરી છે. કદની દૃષ્ટિએ આ રાસ નાનો છે. લગભગ સાડાત્રણસો જેટલી કડીની આ સળંગ રચનામાં કવિ શ્રી શાંતિનાથ ભગવાનને પ્રણામ કરી રાસની શરૂઆત કરે છે. રાસના કથાવસ્તુ માટે કવિએ મુખ્યત્વે આધાર લીધો છે હેમચંદ્રાચાર્ય કૃત ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'નો, એટલે કે જૈન પરંપરાનુસાર ચાલી આવતી નલદવદંતી કથાનો. નલદવદંતીની જૈન કથા એના પૂર્વ ભવોના વૃત્તાન્તથી-વીરમતી અને મમ્મણના ભવની અને ધણધૂસરીના ભવની કથાથી-શરૂ થાય છે અને કવિએ પણ એ જ પ્રમાણે આલેખન કર્યું છે. પરંતુ કવિએ આરંભના ભાગમાં જ પ્રયોજેલી નલદવદંતીના માહાભ્યને વર્ણવતી નીચેની કડી કેટલીક ઢાલોની ધુવકડી તરીકે પણ પ્રયોજેલી જણાય છે. કદાચ લહિયાઓએ પણ એ પ્રમાણે કર્યું હોય
પુય સિલોક નલહવિખ્યાત, મહાસતી ભીમી અવદાત;
જિમ જિમ શ્રવણ સુણઈ છેક તિમ તિમ જાગઈ ધર્મ વિવેક. નલદવદંતીના પૂર્વભવના આલેખન પછી દુહામાં નળનું અને ‘ઉલાલાની ઢાલમાં દવદંતીનું ચિત્ર કવિએ ખડું કર્યું છે. ઓછી છતાં કાવ્યગુણયુક્ત પંક્તિઓમાં આ આલેખન થયું હોવાથી તે કંઈક વિશિષ્ટતાવાળું બન્યું છે. નિષધ રાજાના રાજ્યની
૮
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org