________________
દેપાળ
ઈ. સ.ના પંદરમા શતકના અંતભાગમાં દેપાળ (દેવપાલ) નામના કવિએ રાસ, ફાગુ, ધવલ, હરિયાળી, પૂજા, ભાસ ઇત્યાદિ પ્રકારની તેર જેટલી કૃતિઓની રચના કરેલી મળે છે, જેમાંની ઘણીખરી અપ્રસિદ્ધ છે.
દેપાળનું ટૂંકું નામ દેપો હતું. તે ભોજક હતો. કવિ ઋષભદાસે ઈ.સ. ૧૬૧૪માં (સં. ૧૬૭૦માં) રચેલા પોતાના ‘કુમારપાળરાસ'માં જે પોતાના પુરોગામી કવિઓનો ઉલ્લેખ કર્યો છે તેમાં દેપાળનો પણ નિર્દેશ કર્યો છે.
હંસરાજ, વાછો, દેપાલ, માલ હેમની બુદ્ધિ વિશાલ,
સુસાધુ, સમો, સુરચંદ, શીતલ વચન જિમ સારદચંદ.’
‘કોચર વ્યવહારી રાસ'માં નિર્દેશ થયો છે તે પ્રમાણે દેપાલ દિલ્હીના પ્રસિદ્ધ દેસલહરા શાહ સમરો અને સારંગનો આશ્રિત હતો. પરંતુ તે ગુજરાતમાં પણ પુષ્કળ ફર્યો હતો અને એણે ઘણુંખરું ગુજરાતમાં રહીને પોતાની કૃતિઓની રચના કરેલી જણાય છે. એણે (૧) જાવડ ભાવડ રાસ (૨) રોહિણેય પ્રબંધ અથવા રોહિણીઆ ચોર રાસ (૩) ચંદનબાલા ચિરત્ર ચોપાઈ (૪) આર્દ્રકુમાર ધવલ (પ) સ્નાત્રપૂજા (૬) જંબૂસ્વામી પંચભવવર્ણન ચોપાઈ (૭) અભયકુમાર શ્રેણિક રાસ (૮) સમ્યકત્વ બારવ્રત કુલર ચોપાઈ (૯) પુણ્ય-પાપ ફલ ચોપાઈ (૧૦) વજસ્વામી ચોપાઈ (૧૧) સ્થૂલિભદ્રની કકાવાળી (૧૨) થાવાકુમાર ભાસ (૧૩) હરિયાળી ઇત્યાદિ કૃતિઓની રચના કરેલી છે. કવિ દેપાળ ભોજક હોવાને લીધે સંગીતના તત્ત્વની એને સારી સૂઝ હોય એમ જણાય છે. એની કૃતિઓની ભાષામાં પ્રાસાનુપ્રાસ, પ્રાસાદિકતા અને લયબદ્ધતાનું તત્ત્વ તરત જ નજરે ચડે છે. ઉં. ત. જંબૂસ્વામી પંચભવવર્ણન ચોપાઈમાં એ લખે છે :
ગોયમ ગણહર પય નમી આરાહિસુ અરિહંત હૃદયકમલ અનેિસ વસઈ ભવભંજણ ભગવંત. ભવભંજણ ભગવંતનું આણ અખંડ વસ,
સીલ સિોમણિ ગુણ નિલઉ, જંબુ કુમર વણેસુ.
કવિ દેપાળ સ્વભાવે ઘણો નમ્ર અને નિરભિમાની હતો. પોતાની કૃતિઓમાં એણે પોતાની લઘુતા દર્શાવી છે. સમ્યકત્વ બાવ્રત કુલક ચોપાઈ’માં આરંભમાં એ કહે છે :
વી૨ જિજ્ઞેસર પ્રણમું પાય, અહિનિસ આસ વહૂં જિનરાય, મૂરખ કવિ એ જાણઈ નહીં, પણ અણબોલિઉ ન સકઈ રહી. અધિકું ઉછઉં કહઈ અસાધુ, તે શ્રી સંધ ખમઉ અપરાધ, તારા પસાઈ શ્રુત આધાર, પભણિય, શ્રાવકના વ્રત બાર.
જૈન સાહિત્ય * ૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org