________________
આકર્ષનાર બને છે. વિક્ષેપણી કથા તેને સંસારથી દૂર લઈ જનાર બને છે. સંવેગજનની કથા વાચકને મોક્ષાભિલાષી બનાવે છે અને નિર્વેદજનની કથા તેનામાં સંસાર પ્રત્યે નિર્વેદ જન્માવે છે. આ કથાપ્રકારો જણાવ્યા પછી કવિ કહે છે એમ અહીં પણ ચાર પ્રકારની ધર્મકથા શરૂ કરી છે, તેમાં કોઈ કોઈ કામશાસ્ત્રનો સંબંધ પણ કહેવાશે માટે તેને નિરર્થક ન ગણશો, પરંતુ ધર્મપ્રાપ્તિ કરાવવામાં તે આકર્ષણ કરનાર છે એમ ગણીને તેનું બહુમાન કરશો. ગ્રંથના અંતે પણ કવિ કહે છે કે અમારા પર ઈર્ષ્યા કરનાર ખલ, પિશુન, રાગી, મૂઢ વગેરે ન બોલવા યોગ્ય બોલશે અને કહેશે કે આમાં રાગ બહુ વર્ણવ્યો છે. તો રાગબંધન ઉત્પન્ન થાય તેવી રચના શા માટે કરવી ? તેના ઉત્તરમાં કર્તા કહે છે કે રાગવાળું ચિત્ત હોય તેને પ્રથમ રાગ દેખાડવાથી પછીથી વૈરાગ્ય થાય છે. આ રાગ વૈરાગ્યનો હેતુ બને છે. વળી કોઈ પ્રશ્ન કરે કે ધર્મની આ વાર્તામાં પુરુષોનાં લક્ષણો શા માટે કહેવાય છે? તેના જવાબમાં કર્તા કહે છે કે શ્રોતાઓનું આકર્ષણ કરવું એ કવિઓનો ધર્મ છે. વળી, આ રીતે ધર્મકથામાં રાગ વર્ણવાયો હોય એવી પોતાની પુરોગામી કથા તરીકે વસુદેવહિંડી અને ધમિલપિંડીનો એ સંદર્ભમાં કવિએ નિર્દેશ પણ કરેલો છે.
શ્રી ઉદ્યોતનસૂરિએ આ કથાની રચના એવી રીતે કરી છે અને એમાં અવાંતર કથાઓ એવી રીતે ગૂંથી લીધી છે કે જેથી તેમાં જુદા જુદા પ્રસંગે પ્રસંગોચિત ધર્મતત્ત્વની વિચારણા પોતાના દ્વારા કે કોઈ પાત્ર દ્વારા કરવામાં આવે. ચંપ્રકારની આ રચના હોઈને તેમાં કથાતત્ત્વનો પ્રવાહ વચ્ચે વચ્ચે મંદ બને અને વર્ણન કે વિવેચન પ્રધાનસ્થાન લે એ સ્વાભાવિક છે. વળી અહીં તો કર્તાનો ઉદ્દેશ એક સંકીર્ણ ધર્મકથા કહેવાનો છે અને તેથી કથા કે કવિતા કરતાં ધર્મ-વિચારણા અને ધર્મોપદેશ તેમાં પ્રાધાન્ય ભોગવે એ પણ સ્વાભાવિક છે. કવિ પોતે જૈન છે. પોતાનાં ધર્મશાસ્ત્રોના તેઓ મહાન જ્ઞાતા પણ છે એની પ્રતીતિ આ ગ્રંથ વાંચતાં વારંવાર આપણને થાય છે. જેને ધર્મની બધી જ મહત્ત્વની વિચારણા તેમણે આમાં પ્રસંગોપાત્ત ગૂંથી લીધી છે એટલું જ નહિ ધૂળ ધાર્મિક ક્રિયાઓનાં વર્ણનો પણ તેમણે વચ્ચે વચ્ચે મૂક્યાં છે. સમ્યકત્વનાં લક્ષણો, બાર ભાવના, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દેશવિરતિ. સર્વવિરતિ, કર્મમીમાંસા, નારકી અને તિર્યંચ ગતિનાં દુઃખો, કષાયનું
સ્વરૂપ, લેક્ષા વિચારણા, મુનિચર્યા, મહાવિદેહક્ષેત્ર, મનુષ્ય જન્મની દુર્લભતા, દેવગતિ અને ચ્યવન સમય, બાલમરણ, અને પંડિતમરણ, જીવનના જન્મમરણની અનંતતા, પંચપરમેષ્ઠિને નમસ્કાર, ચાર શરણ વગેરે વિશે આમાં વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. કવિનું તત્ત્વચિંતન અત્યંત વિશુદ્ધ છે; વળી ભાષા ઉપરનું પ્રભુત્વ અસાધારણ છે અને છંદો પરનું પ્રભુત્વ પણ અપ્રતિમ છે. એટલે આવો
કુવલયમાલા ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org