________________
સરસાઈ ક૨વાને પણ શક્તિમાન જણાશે. ઉપમા, રૂપક અને ઉત્પ્રેક્ષા જેવા અલંકારો તો એમાં પદેપદે છે એમ કહેવામાં અત્યુક્તિ નહિ થાય. અલંકારશાસ્ત્રને અનેકવિધ અલંકારોનાં ઉત્તમ ઉદાહરણ પૂરાં પાડી શકે એવો આ ગ્રંથ છે. નમૂનારૂપ થોડા જુઓ :
લક્ષ્મી માટે જુદા જુદા પ્રકારની નાયિકાઓની ઉપમાઓ ૧૩૦મી કંડિકામાં આપવામાં આવી છે, જેમ કે :
आलिंगिय पि मुंचइ लच्छी पुरिसं ति साहस - विहूणं । गोत्त-वखलण-विलक्खा पियव्व दइया ण संदेहो ॥ વ્યતિરેક અલંકારનું ઉદાહરણ ૧૧મી કંડિકામાં જુઓ : हूं, बुज्झइ, वट्टइ खलु खलो ज्जि जइसउ, ઇન્દ્રિય-સિળેદુ પશુ-મત્તો હૈં ।
तव खलो वि वराओ पीलिज्जतो विमुक्क हु अयातो य पसूर्हि खज्जइ ॥
અને પરિસંખ્યાનું ઉદાહરણ કંડિકા ૧૭મીમાં જુઓ :
जत्थ य जणवये ण दीसइ खलो विहलो व । दीसइ सज्जणो समिद्धो व । वसणं णाणाविण्णाणे व, उच्छाहो धणे रणे व, पीई दाणे माणे व, अब्भासो धम्मे धम्मे वत्ति । जत्थ य दो-मुहउ णवर मुइंगो वि । खलो तिल विचारो वि ।
શ્લોષાલંકારની રચના તો કવિએ ઘણે સ્થળે કરી છે. ઉદાહરણ તરીકે ૧૫મી કંડિકા જુઓ :
अण्णा णंद-भूमिओ इव ससुराओ संणिहिय-महुमासाओं त्ति ।
આમ, અલંકારોનાં ઉદાહરણો તો આ ગ્રંથમાં સ્થળસ્થળે જોવા મળે છે અને એમાં કવિએ દાખવેલી અપ્રતિમ શક્તિને કારણે જ આ કથાગ્રંથ ઉત્તમ કાવ્યકોટિમાં બિરાજે છે.
સંવાદ એ પણ આ કથાગ્રંથનું એક આગવું લક્ષણ છે. કથાના નિરૂપણમાં લેખકે વખતોવખત નાટ્યતત્ત્વ આપ્યું છે અને તેમાંયે સંવાદો દ્વારા કથાને રસિક અને વાસ્તવિક બનાવી છે. લેખકના સંવાદ સચોટ, માર્મિક, ધારદાર અને ક્યારેક હાસ્યરસિક બન્યા છે. કુમા૨ કોના જેવો છે તે વિશે યુવતીઓની વાતચીત, છાત્રોની વાતચીત, દર્પફલિહ અને કુવલયકુમાર વચ્ચેની વાત, ધર્મવાદીઓ સાથે દૃઢવમાં રાજાનો વાર્તાલાપ, મહેન્દ્રકુમાર અને કુવલયકુમા૨ વચ્ચેનો સંવાદ, પિશાચોનો વાર્તાવિનોદ વગેરેમાં લેખકની અસાધારણ સંવાદકલા નિહાળી શકાય છે.
કુમા૨ કુવલયચંદ્રનાં ગુણલક્ષણોનું જુદે જુદે પ્રસંગે જુદી જુદી રીતે વર્ણન કવિએ કર્યું છે તેમાંથી યુવતીઓના વાર્તાલાપ દ્વારા કરાયેલું વ્યતિરેકના પ્રકારનું
૨૪ * સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org