________________
સાથે સાથે સાધુ હેમચન્દ્રાચાર્ય સાંસારિક બાબતોને પણ અલિપ્ત રહી કેટલી ઝીણવટથી નિહાળતા હશે તેનો પણ ખ્યાલ આપે છે.
આ ઉપરાંત, એમણે અનેકાર્થસંગ્રહ, અભિધાનચિંતામણિ અને દેશીનામમાલા જેવા શબ્દસંગ્રહો તૈયાર કર્યા. એ જમાનામાં એમણે એક નહિ, પણ ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુથી ત્રણ ત્રણ શબ્દકોષ તૈયાર કર્યા. સિદ્ધહેમ-શબ્દાનુશાસન પછી એમણે લિંગાનુશાસન, છંદાનુશાસન અને કાવ્યાનુશાસન એમ ત્રણ બીજાં શાસનોની રચના કરી. વ્યાકરણના નિયમના ઉદાહરણ તરીકે પણ રજૂ થઈ શકે એવા શ્લોકની રચના વડે એમણે સંસ્કૃત અને પ્રાકૃતમાં ક્યાશ્રય’ નામનું મહાકાવ્ય લખ્યું. યોગશાસ્ત્ર', મહાવીરચરિત્ર અને પુરાણોની તોલે મૂકી શકાય એવા “ત્રિષ્ઠીશલાકાપુરષચરિત્ર' જેવા મહાન ગ્રંથો લખ્યા. એટલે સાહિત્યના ક્ષેત્રે પણ ભિન્નભિન્ન શાખાઓમાં એમણે પોતાનો વિશિષ્ટ મૂલ્યવાન ફાળો નોંધાવ્યો. હેમચન્દ્રાચાર્ય મહાન વિદ્વાન હતા, મહાન કોષકાર હતા, મહાન કવિ હતા અને મહાન વૈયાકરણી પણ હતા. એમની અજોડ પ્રતિભા વ્યાકરણ જેવા શુષ્ક ગણાતા વિષયમાં અને કવિતા જેવા રસિક ગણાતા વિષયમાં એકસરખી આસાનીથી વિહરતી. જ્ઞાનની ઉપાસનામાં એમણે પોતાની જિંદગીનાં લગભગ ૬૪ જેટલાં વર્ષ આપ્યાં. એમણે પોતાના સમયમાં સાહિત્યનો એક વિશિષ્ટ યુગ પ્રવર્તાવ્યો. લોકોએ એમને “કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ આપ્યું.
હેમચન્દ્રાચાર્ય એક જૈનાચાર્ય અને પ્રખર સાહિત્યકાર તરીકે તો મહાન હતા, પણ માનવ તરીકે પણ તેઓ મહાન હતા. તેઓ અત્યંત તેજસ્વી અને વિનમ્ર હતા. હૃદયની વિશાળતા અને ઉદારતા વડે એમણે દેવબોધ કે શ્રીપાલ જેવા વિરોધી કે પ્રતિસ્પર્ધીને જીતી લીધા હતા. તેઓ સાધુ હતા, તેમનું સમગ્ર જીવન સાધુતાથી સભર હતું. સંસારના રંગથી રંગાયા વિના તેઓ સાંસારિક પ્રવૃત્તિઓને પોતાના સાધુત્વના રંગથી રંગી દેતા. તેઓ હમેશાં સંપ્રદાયથી પર જ રહ્યા હતા. પોતાના જીવન દરમિયાન એક નહિ પણ બે રાજાઓને પોતાના વ્યક્તિત્વથી પ્રભાવિત કર્યા હતા અને દક્ષતા, કાર્યકુશાલતા અને સમભાવ વડે પોતાની ઇચ્છા મુજબ તેમની પાસે મહાન કાર્યો કરાવી શક્યા હતા. લાખોની સંખ્યામાં એમના અનુયાયીઓ હતા અને છતાં જુદો પંથ પ્રવર્તાવવાની એમણે કદી મહત્ત્વાકાંક્ષા સેવી નહોતી. એમના શિષ્યો તો એમના ગુણગાન ગાતાં થાકતા જ નહિ. કેટલાક તો વિદ્યાનિધિમંથારિ: રેવન્દ્ર ગુરુઃ ! જેવી પંક્તિઓ ઉચ્ચારી વર્ષોનાં વર્ષો સુધી પ્રાત:કાળમાં એમનું સ્મરણ કરતા.
હેમચન્દ્રાચાર્ય માત્ર ગુજરાતનું કે ભારતનું નહિ, જગતનું અનુપમ ગૌરવ છે.
૩ર - સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org