________________
માટે સ્વાભાવિક એવી પાંડિત્યભરી ભાષા અને શૈલીનાં દર્શન આ ગ્રંથમાં કરી શકાય છે. સંસ્કૃત અને પ્રાકૃત ઉભય ભાષા ઉપરનું લેખકનું અસાધારણ પ્રભુત્વ છે એવી પ્રતીતિ આ ગ્રંથ વાંચતા સહેજે થશે. તેમની ચંપૂકવિની શૈલી વિગતોમાં રાચતી હોઈ દીર્ઘ સમાસપ્રચૂર વાક્યોમાં સરી પડે એ સ્વાભાવિક છે. વળી, પ્રસંગે પ્રસંગે રૂઢ શબ્દને નવીન અર્થમાં પ્રયોજતી અને નવીન શબ્દ રૂઢ અર્થમાં પ્રયોજતી કવિની ભાષાશૈલી કવિત્વને સાધવાનું લક્ષ્ય પણ રાખતી હોય છે, ક્યારેક સરળ ભાષામાં પણ તે વહે છે અને ક્યારેક આત્મકથનાત્મક, ક્યારેક નાટ્યાત્મક, ક્યારેક સુભાષિતાત્મક, ક્યારેક ઉપદેશાત્મક, ક્યારેક પ્રાસાદિક, ક્યારેક ઓજસવંતી એવાં વિવિધ સ્વરૂપ તે ધારણ કરે છે.
ગદ્યની જેમ પદ્ય ઉપર પણ શ્રી ઉદ્યોતનસૂરિનું પ્રભુત્વ જોવા મળે છે. તેમની પદ્યપંક્તિઓ પાણીના રેલાની જેમ વહેતી હોય છે. ગાથા ઉપર આ કવિનું જેવું પ્રભુત્વ છે તેવું પ્રાકૃતમાં બહુ ઓછા કવિઓનું જોવા મળશે.
આમ, “કુવલયમાલા” એ માત્ર પ્રાકૃત ભાષાનું જ અનેરું આભૂષણ નથી, જગતના તમામ સાહિત્યમાં ગૌરવભર્યું સ્થાન પામી શકે એવું અણમોલ રત્ન છે.
ર૬ મત સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org