________________
વર્ણન પણ રોચક છે. જુઓ :
એક યુવતીએ કહ્યું, “સખી રૂપથી તો કુમાર કામદેવ જેવો દેખાય છે.”
બીજી યુવતીએ કહ્યું. “ભોળી, એમ ન બોલ. જો તે કામદેવ હોય તો યુવતીઓના સમુદાય ઉપર પ્રહાર કરે. આ તો શત્રુઓના મોટા હાથીઓના દાંત તોડે એવો છે.”
વળી, એક યુવતીએ કહ્યું, ‘સખી, જો જો વક્ષસ્થળ જોવાથી તો તે નારાયણ જણાય છે.'
બીજી યુવતીએ કહ્યું, જો તે શ્યામ કાજળની જેવી ક્રાંતિવાળો હોય તો પ્રગટ નારાયણ જેવો હોય; પરંતુ કુમાર તો તપાવેલા સુવર્ણની ક્રાંતિવાળો છે.”
વળી, એક યુવતીએ કહ્યું, “સખી, ક્રાંતિથી તો તે પૂર્ણિમાના ચંદ્ર જેવો જણાય છે.”
બીજી યુવતીએ કહ્યું, “હા ચંદ્રની ક્રાંતિ ઘટી શકે, પરંતુ જો ચંદ્રની અંદરથી મૃગનું શ્યામ કલંક નીકળી જાય તો. આ તો કલંકરહિત સકલ સંપૂર્ણ કળવાળો છે.' વળી, કોઈ એક યુવતીએ કહ્યું, “શક્તિમાં તો તે ઇન્દ્ર જેવો જણાય છે.”
બીજી યુવતીએ કહ્યું, “જો તે ઇન્દ્ર હોય તો તેને હજાર આંખ હોવી જોઈએ; પરંતુ આ તો કઠોર, કસાયેલ, પુષ્ટ, દઢ અને મનોહર શરીરવાળો છે.”
વળી, એ યુવતીએ કહ્યું, “શરીરે તો તે મહાદેવ જેવો દેખાય છે.'
બીજી યુવતીએ કહ્યું, “જો મહાદેવ જેવો હોય તો એનું ડાબું અડધું અંગ સ્ત્રીનું અને નીચું હોવું જોઈએ. પરંતુ આ તો સમગ્ર રીતે પૂર્ણ અને ચતુરસ સંસ્થાનવાળો છે.”
વળી, એક યુવતીએ કહ્યું, “તેજમાં તો તે સુર્ય જેવો છે.'
બીજી યુવતીએ કહ્યું, “જો તે ખરેખર સૂર્ય જેવો હોય તો તે પ્રચંડ અને ભુવનતલને તપાવનાર હોય. આ તો લોકોનાં મન અને નયનને શીતળતા આપનાર અમૃતમય છે.'
વળી એક યુવતીએ કહ્યું, “મુગ્ધપણામાં તે કાર્તિકસ્વામી જણાય છે.”
બીજી યુવતીએ કહ્યું, “જો તે ખરેખર કાર્તિકસ્વામી હોય તો ઘણા ટુકડાથી સાંધેલા શરીરવાળો જણાય પરંતુ રૂપમાં પણ ચડિયાતા રૂપવાળો આ તો ઘણો જ શોભી રહેલો છે.”
ખરેખર, જેણે ઘણો અભ્યાસ કર્યો હશે એવા દેવતાઓની મુગ્ધ દેવીઓએ કાળજીપૂર્વક થોડો થોડો કરીને આ કુમારને ઘડ્યો હશે.”
‘કુવલયમાલા'ના કર્તાનો ઉદ્દેશ ચમ્મસ્વરૂપની રચના કરવાનો હોઈ એ સ્વરૂપ
કુવલયમાલા ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org