________________
II શ્રીમાન-aણે નમો નમ:
જ્યોતિઃ
મહાતપસ્વિની સાધ્વીજી મહારાજ શ્રી તીર્થશ્રીજી
મહારાજના જીવનને તાત્વિક ટૂંક પરિચય.
પ્રકરણ ૧લું.
તીર્થ શ્રીજી એટલે શું? ૧. જડ-ચેતનાત્મક સુ.િ
મવાંગ (દાર જેમાંથી બને છે, તે દ્રવ્યો)માંથી જે પ્રમાણે અમદશક્તિ-કેફ ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે ચેતના એટલે જ્ઞાનશક્તિ શરીરમાંથી ઉત્પન્ન થાય છે, માટે તે ચેતના પણ જડ છે,” એમ ભલે કદાચ જ્ઞાનને જડને સ્વભાવ માનીને “જડસૃષ્ટિ સિવાયની બીજી કઈ રુષ્ટિ જ નથી ” એમ ઠોકી બેસારવામાં આવે, પરંતુ દરેક પ્રાણિના જીવનની રજની જરૂરિઆતે-ખાવું, પીવું, એશ-આરામ, મોહ-મમતા, માન-પાન, દુન્યવી સ્વાર્થ વિગેરેમાં દરેક પ્રાણ ડુબાહુબ ડુબેલો હોય છે, તેને બદલે, કેટલાક એવા પણું પ્રાણિઓ છે કે જેઓ એ સર્વને ત્યાગ, સંયમ, નિવાર્થભાવ, હાદિક સેવા, પરોપકાર કરવાની વૃત્તિ, ઉત્કૃષ્ટ તપ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com