________________
ખાવાનું મળે તેમ ન હોય, તે પણ આજના સૂર્યાસ્ત પછી તે ચીજ પિતાની પાસે રાખી કે કઈ બીજા પાસે રખાવી શકાતી નથી.
૮ જિંદગીભર પગે ચાલવાનું હોય છે. વાહનનો કે જેડાને કે ચંપલનો ઉપયોગ કરવાનું નથી હોતે. સૂર્યોદય પછી ૪૮ મિનિટ સુધી, અને ૪૮ મિનિટ અરત થવાને વાર હોય ત્યારથી કાંઈ પણ ખોરાક કે પાણું લઈ શકાતા નથી.
૯ ધન-ધાન્ય, નોકર, ચાકર, માલમિલકત, ઢોરઢાંખર, ધનભંડાર, ઘર, મિલકત વિગેરે રાખવાની તે વાત જ શી ? હાય, તેને પણ છોડી દીધા હોય છે.
આમ છતાં, આ જાતની મહાઅહિંસાનું પાલન કરવા ખાતર જેમ બને તેમ સંયમી જીવન કેળવવામું હોય છે. અત્યંત જરૂરની કઈ પણ ચીજ મળે કે ના મળે તે પણ તેના વિના જીવનનિર્વાહ ચલાવવાની ટેવ પાડવાની હોય છે. અને તેથી કરીને જેમ બને તેમ જીવનની દરેક પ્રવૃત્તિમાં, જરૂરીયાતોમાં સંયમ, અંકુશ, ઓછાશ, જાળવવાનો પ્રયત્ન કરાય છે. જેથી કરીને જરૂર રની ચીજ કદાચ ન પણ મળે, તે મનમાં દુઃખ કે ક્ષોભ થતો નથી. વળી, સંયમ કેળવવાને પણ તપોમય જીવન ગાળવામાં આવે છે. જેથી કરીને દિવસના દિવસો સુધી જરૂરની ચીજોને પણ ત્યાગ કરવાની ટેવ પાડવા વિવિધ પ્રકારના તપતુ બાન કરે છે, જેથી જરૂરની ચીજો ઘણા વખત સુધી કદાચ ન મળે, તે પણ મનમાં ક્ષોભ થવા ન પામે અને મનનું સમતલ પણું ટકી રહે. આ ખાતર કાયમ તપસ્વી જીવન ગાળે છે. જેથી સંયમ સુલભ થાય છે, અને જીવનમાં અહિંસકપણું તો અત્યંત સુલભ બને એ સ્વાભાવિક જ છે. ૩. સાધ્વી જીવનની ઉત્તમતા.
કેઈક વાચક મહાશયને લાગશે કે-“ઓહો ! આ તે સાધ્વી જીવન તદન નીરસ, શુષ્ક, કઠોર અને કષ્ટમય જણાય છે. અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com