________________
શ્રેષ્ઠ કાર કે નિરસ છે” એમ માનવાને કારણ નથી. એ વારતવિક સાચી હકીકત છે. “સંયમની જીવનમાં શી મહત્તા છે?” તેને લગતું સાહિત્ય અને વાતાવરણ તાજું થવા પહેલાં, ભારતમાંના ઘણા આધુનિક શિક્ષિતેની સાધુજીવન વિષે ઘણી ગેરસમજે ફેલાયેલી છે.
એમ તે, ઠોઠ નિશાળીયાને નિશાળમાં કંટાળે આવે છે, શિક્ષણ વખતે નિદ્રા આવે છે. ત્યારે હોંશિયાર વિદ્યાથીને એર રસ પડે છે, કઠણ વિષયમાં શિખવાને તેને વધુ ઉત્સાહ ચડે છે. કેટલાક વિદ્યાર્થીઓ તે દશ દશ વર્ષ સુધી મેટ્રીકની પરીક્ષા આપે છે. એટલે કે-એવી કોઈ વ્યક્તિઓ હોય કે તેને “કઠોર, શુષ્ક કે નિરસ સાધવી :જીવન” લાગે, તેમાં તે પાત્રની જૂન શક્તિ, અ૫વીર્ય અને પામરતા કારણભૂત છે. નહિ કે સાધ્વીજીવનની પ્રક્રિયા તેવી છે. તે તે માત્ર ને માટે અત્યંત રસભરી અને દુનિયામાં કોઈ ન આપી શકે તેવી આનંદદાયક ચીજ છે.
આ રીતે ગજરાબેન “તીર્થ શ્રી” નામ ધારણ કરી સાધ્વીજી તરીકેનો આનંદ માણી રહ્યા હતા. દરમ્યાન સંસ્કૃત બે અક તથા બીજે અભ્યાસ કર્યો, તથા વાંચન, શ્રવણ, મનન કર્યું, અને પિતાના સાધ્વી જીવનને ઉચ્ચ બનાવવા માનસિક અવલંબનની સામગ્રી મેળવી લીધી. ૪. દક્ષા પછી.
૧લું ચાતુર્માસ સુરતમાં જ પૂર્ણ કર્યા પછી વિહાર કરીને નવસારી થઈ જલાલપુર ગયા. ત્યાં પંન્યાસજી મહારાજ શ્રી મણિવિજયજી મહારાજ પાસે વડી દીક્ષા થઈ. ત્યાંથી વિચરતા બીજું ચાતુર્માસ ભરુચ થયું. પછી શિવશ્રીજી મહારાજથી વૃદ્ધાવસ્થાને લઈને વિહાર ન થઈ શકવાથી અમદાવાદ પાંજરાપોળના ઉપાશ્રયે ૪ વર્ષ રહ્યા. વૃદ્ધ ગુરુની વૈયાવચ્ચે અને ભક્તિને અપૂર્વ લાભ તીર્થ શ્રીજીએ પ્રાપ્ત કરી, ગુરુની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com