________________
આજે વળગાડ, પ્રેત, વ્યંતરને ઉપદ્રવ વિગેરે વિષે સાંભળીએ છીએ; તેમાં તે સગાં નેહીના શરીરમાં સંચરી અનેકવિધ ચેષ્ટાઓ કરાવે છે” એવી ઘણી વાતે ઊડે છે. પરંતુ, આ વાતેમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવા જેવું નથી. કેમકે-ઘણી વખત તે કેવળ વહેમ, દેખાદેખી, ગતાનુગતિક્તા, અને બીજું કોઈ ન સુજવાથી લકે અને ખુદ જેને કોઈ વળગેલ હોય તેવું જણાતું હોય, તે પાત્ર પણું, એજ વાતને વિશ્વાસ કરતા થઈ જાય છે. અધુરામાં પૂરું તેને ઉપચાર કરનારા, ભૂવા, બાવા કે બીજા તેવા મંત્રતંત્રવાદીઓ પણ એ વહેમેને સ્વાર્થ માટે, નહીં, તે તે જાતના અજ્ઞાનને લીધે, ખૂબ વધારી મૂકે છે.
ઘણાખરા પ્રસંગમાં તેવા પ્રકારની મગજની નબળાઈના, જ્ઞાનતંતુની નબળાઈના, તથા બીજી વિવિધ માનસિક નબળાઈના રાગ હોય છે. પણ તેવા રોગો કષ્ટસાધ્ય હોવાથી તેના પૂરા ઉપચાર થતા નથી. અને પછી રોગીઓ અને તેના રસનેહીઓ આવા રહેલા અને તાત્કાલિક ઉપાય તરફ સહજ રીતે જ દિવ્ય સુષ્ટિની ભારતીય પ્રજામાં દઢ થયેલી માન્યતાના વારસાને લીધે દેરવાઈ જાય છે. અપરિચિત ભાષામાં અપરિચિત વિચારે, કાવ્ય આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવા રચે, તેટલી હદ સુધીના રોગે પણ હોય છે.
છતાં–“આ બાબતમાં સેએ સો ટકા અસત્ય જ હોય છે,” એ અમારી પ્રથમની માન્યતા અમારે ફેરવવી પડી છે.
કેમકે-એક ૧૮ વર્ષના યુવકને એક સ્ત્રીના વળગાડના પરિણામે છ માસ સુધી હેરાન થવું પડેલું. અને તમામ સ્ત્રીના જેવા જ ચેનચાળા કરે. કપડા પણ સ્ત્રીના જ પહેરવા ગમે તપાસ કરતાં તેના કહેવા ઉપરથી તરતની વિધવા થયેલી તથા પ્રથમનું • બાળક પણ જે તરતમાં જ મરી ગયેલું, તેથી તે ઘણી ધખી સી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com