________________
કયાં મેરુ ને કયાં સરસવ ?
પરંતુ આજના બાળમાનસના જીવોને આ ભેદ સમજાવે કેશુ? ૩. આયંબિલ એટલે શું?
હવે જરા આયંબિલની વાત તે સાંભળે. આખા દિવસમાં એક વખત ખાવાનું અને ગરમ ઠારેલું પાણી પીવાનું, એ તે ઠીક, પણ તેમાં નીચેની ચીજ ખાવાની નહિ જ. ૧ છાશ, દુધ, દહીં, ઘી, માખણ, મલાઈ, મા વિગેરે કઈ
પણ ગેરસની કે તેની બનાવટની ચીજ ખાવાની નહિ જ. ૨ તલીયું, સરસીયું, મગફળીયું કે એવું કંઈ પણ તેલ કે
તેલની બનાવેલ વસ્તુ ખાવાની નહિ જ. ૩ આંબલી, લીંબુ, આંબળીયા વિગેરે કાઈપણ ખટાશની ચીજ
ખાવાની નહિ જ. જ કેરી, મોસંબી, દાડમ, કેળાં, કે એવું કંઈ પણ કાચું કે પાકું
ફળ ખાવાનું નહિ જ. ૫ શાક, ભાજી, કોથમરી, લીલાં કે સુકા મરચાં વિગેરેમાંની કેઈપણ વનસ્પતિ ખાવાની નહિ જ. ફળ, ફુલ, પાંદડાં, ડાંખળાં, શીંગ, બીજદાણા, કે એવી
કેઈપણ લીલી સુકી વનસ્પતિ કે સુકવણું પણ ખાવી નહિ જ. ૬ મરચાં, ધાણાજીરું, કે એવી કઈ સ્વાદની ચીજ ખાવાનો નહિ જ.
અથાણાં, મુરબ્બા, કાચરીએ વિગેરે પણ ખાવાની નહિ. ૭ સોપારી, પાન, એલચી એવા કોઈપણ મુખવાસને ઉપયોગ
કરવાને નહિ જ. ૮ બીડી, તમાકુ હેકે, સીગારેટ, જીનતાન, ચા, કોફી વિગેરેનો
ઉપયોગ પણ થઈ શકે જ નહિ. ફક્ત, ઘઉં, બાજરી, જાર, રેખા વિગેરે સુકા અનાજ, તુવેર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com