________________
પ
શકે છે. જેથી પિતાને અને જન સમાજને સાચા માગે લાવવાને દુનિયામાં અવકાશ રહે છે.
આથી કરીને તીર્થકર તથા તેના મૂતિ કે મંદિરના નિમિત્તે થયેલા તીર્થંકરના દાને, એ સૌથી ઊંચા દાને છે. અને તે દાનમાં દેશના ભલા માટેના કે ગરીબોના ભલા માટેના પણ દાનેને સમાવેશ થાય છે. “ગરીબને આપવું” એ પણ શીખવ્યું કેણે?
માબાપને પગે લાગવું” એ શીખવ્યું કે? તીર્થંકરએ જ. માટે, તે દાનમાં દરેકને સમાવેશ થાય છે. અને બીજા દાને પણ તે જ ખેંચી લાવે છે. - દહેરા-ઉપાશ્રયની પ્રવૃત્તિ દીપતી હોય, તે જ ધર્મગુરુઓ વધે છે. અને તેના ઉપદેશ મારફત બીજા દાનેને સંભવ ઉભે. થાય છે. એટલા જ માટે, જેને શાસ્ત્રોમાં બીજા ક્ષેત્રનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જઈ શકે છે, પરંતુ દેવદ્રવ્યનું ધન બીજા ક્ષેત્રોમાં જઈ શકતું નથી.
એટલાજ માટે, દેવદ્રવ્યને જ્ઞાન-દર્શન–ચારિત્રનું પ્રભાવક દ્રવ્ય કહ્યું છે, અને તેના ભક્ષણ કરનારને એ સર્વમાં અંતરાય કરનાર તરીકે દીર્ધ સંસારી કહેલ છે. અને તેના ભયંકર પાપ શાસ્ત્રમાં ગણાવ્યા છે, તેની વાસ્તવિકતા આથી સમજાશે.
જ્યારે દેવદ્રવ્યનો ઉપયોગ બીજા સાધારણ વિગેરે ધાર્મિક ખાતાઓમાં ન થઈ શકે, ત્યારે તેને બદલે આજે સાંસારિક ખાતાએમાં લઈ જવાની વાત થાય છે, એ કેટલી અસંગત છે.?
તેમજ, દેવદ્રવ્યમાં ધન ન આપવાની જાહેરાત થાય છે, અને “જે વખતે જે ખાતું સીદાતું હોય, તેમાં ધન આપવું, પણ પુણ હેય, તેમાં ન નાંખવું.” એ ઉપદેશ પણ કેટલે અહિતાવહ છે, તે આ ઉપરથી સમજાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com