________________
૧૦)
અલબત, જેમાં દાન દેવાની જેટલી મહત્તા છે, તેના દાનની તેટલી મહત્તા સમજાવવી, અને પછી દાતા જેમાં આપવાની ઈચ્છા ધરાવે, તેમાં આપે, એ ન્યાય સારે છે. પણ “ આના કરતાં અત્યારે આ વધારે દાનપાત્ર છે.” એ સત્યથી વિપરીત ઉપદેશ આપવો હિતાવહ નથી. વધારે શબ્દ ઉત્તરોત્તર જેની વધારે પાવતા હોય, તેનેજ કાયમ લાગુ કરી શકાય.
વળી, “ઉતરતા પાત્રનું દાન ચડીયાતા પાત્રમાં લઈ જઈ શકાય છે, પણ ચડીયાતા પાત્રનું ઉતરતામાં ન લઈ જઈ શકાય.” આ નિયમ ઉપર ધ્યાન આપીને ટ્રસ્ટના નિયમોને અમલ થવો જોઈએ. તેને બદલે કોઈ ગામમાં દહેરાસર પડી જતું હોય, છતાં પાઠશાળાનું ફંડ તેમાં ન લઈ જવા દેવામાં આવે, અને દેવદ્રવ્યનું ધન બીજા ઉતરતાં પાત્રામાં લઈ જવામાં આવે. એ ન્યાયેષ્ટિથી અગ્ય અને હિંસાપ્રવર્તક છે. કેમકે-પરિણામે આ જોષખ્ય આર્ય પ્રજાના નાશમાં પરિણમે તેમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com