________________
વાત કરવી સહેલી છે, અરધા પાનીયામાં મારા જેવાને વિધિ લખી નાખ સહેલો છે, પણ વર્ષો સુધી એકધારું, મને બળ ટકાવી, તપ આદરી પૂ કરે, એ દુનિયામાંના ગમે તેવા દુર્ધટમાં દુર્ધટ કાર્ય કરતાં પણ કઠણમાં કઠણ કામ છે. પાંચ દશ વર્ષની આસન કેદની અને સખ્ત મજુરી સાથેની કેદ લાગવવા કરતાં પણ, અત્યન્ત કઠણ, જીવનની કસોટી છે.
સામાન્ય રીતે બાહ્ય દ્રષ્ટિથી, જૈન સાધ્વી જીવન પણ કેદ સાથે ઘટાડી શકાય:- રાત્રે બહાર નીકળવાનું નહિ, એક આસન ઉપર કેવળ નિયત મકાનમાં ધર્મધ્યાનમાં બેસવાનું, રાત્રે ખાસ કુદરતી હાજત માટે પણ ૧૦૦ ડગલાથી બહાર જવાનું નહિ. ક્ષણે ને પળે ગુરુ આજ્ઞા-અને ઈર્યાવહયા પ્રતિક્રમી કરેલી પ્રવૃત્તિની આધ્યાત્મિક શુદ્ધિ કરી, આધ્યાત્મિક જીવનમાં આગળ પ્રગતિ કરવા લાગી રહેવું, રસ્તે ચાલતાં પિતાને ભાર પતે ઉપાડ, ઉઘાડે પગે ચાલવું, ટાઢ કે તડકે ગણવે નહિ, આ દિવસ વરસાદ ચાલુ રહે, તે ભૂખ્યા પડ્યા રહેવું, આજ પણ સુક પાકું જે મળે, તે લઈને નિર્વાહ ચલાવે, ભિક્ષા માગી લાવવી, પાણીના ઘડા જાતે ઉપાડી લાવવા, માથાના વાળને લોચ કર, અને મોટા દિવસોએ તપશ્ચર્યા કરવી, તેમાં પણ વીહારા ઉપવાસ, ઠામ એવીહાર, અને આયંબિલની તપશ્ચર્યા, ગમે તેવી શેઠ-શેઠાણીની પુત્રી હોવા છતાં, અને ગમે તેવી કૅમળ કાયા છતાં, આવું કડક જીવનઃ એ માનવ જીવનની સામાન્ય કસોટી નથી. કેદમાં તે રોટલા મળે, શાક મળે, તેમજ બીજી ઘણી અનુકૂળતાઓ હોય છે. છતાં, કેદમાં જનારની જે એવી કૃત્રિમ પ્રતિષ્ઠા ઉત્પન્ન થઈ છે, કે-કેમ જાણે માટે વાઘ માર્યો હોય? પરંતુ, મુનિજીવનની જીવનચય કેદના કરતાં કંઈક ગણી ચડીયાતી છે. કેદમાં ગુહો કરીને કે દુન્યવી હેતુ માટે જવાનું હોય છે, ત્યારે મુનિને આધ્યાત્મિક અને જવાનું ક૯યાણના ઉa હેતુ માટે આ ચર્ચા રાખવાની હોય છે, આ રીતે વિચાર કરતાં–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com