________________
ભાવોએ એ તપ સંપૂર્ણ કર્યો હશે, પરંતુ તેના નામે અમારી જાણમાં નથી.
દરેકે દરેક વાચક મહાશયને “વર્ધમાન તપ એટલે શું?” તેની કદાચ માહિતી હોવી સંભવિત નથી, એટલે અત્રે તેનો ટુંકામાં ખ્યાલ આપવામાં આવે છે, તેને એક બીજો મહત્યને હેતુ એ પણ છે, કે–તીર્થ શ્રીજી મહારાજના આત્માની ઉજ્વળતાનું માપ પણ વાચકેના ધ્યાનમાં આવી શકે. ૨ વર્ધમાન તપ એટલે શું?
એક આયંબિલ એક ઉપવાસ, બે આયંબિલ એક ઉપવાસ, ત્રણ આયંબિલ એક ઉપવાસ, ચાર આયંબિલ એક ઉપવાસ, પાંચ આયંબિલ એક ઉપવાસ. કુલ દિવસ ૨૦.
આ પ્રમાણે ૨૦ દિવસ એકી સાથે ઉપર પ્રમાણે તપ કરવાથી શ્રી વર્ધમાન આયંબિલ તપને પાયે નંખાય છે, અને તે ૨૦ દિવસ તપ તે એકી સાથે સતત કરવાનું હોય છે. ત્યારબાદ અનુકૂળતા મુજબ એક એક આયંબિલ ચઢતા જઈ, છેવટે એક ઉપવાસ ને પારણું આવે, એમ ૧૦૦ આયંબિલ સુધી ચઢવાનું હોય છે, એટલે જે પારણું વિના સતત આ તપ કરવામાં આવે, તે ૧૪ વર્ષ, ૩ માસ અને ૨૦ દિવસ થાય. પારણા સાથે સતત કરે તે ૧૪ વર્ષ ૭ માસે પૂરો થાય છે.
તેમાં ત્રણ વખત દેવવંદન, કાર્યોત્સર્ગ, નવકારવાળી ગણવી, ખમાસમણ દેવાં, વિગેરે કેટલાક સહકારી વિધિ હોય છે.
આગળના પ્રકરણમાં જણાવ્યા પ્રમાણેનું, મહા સંયમથી ભરેલું, સાધ્વીજી જીવન અને તેમાં ૧૫ થી ૨૨-૨૩ વર્ષો સુધી એકનિષ્ઠાથી જીવન એક જ ધારું બનાવીને, સતત આયંબિલ જેવી દીર્ઘકાળ સુધીની કઠણ તપશ્ચર્યાને સતત વળગી રહેવું, એ સામાન્ય મનોબળ કે આત્મબળનું કામ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com