________________
જામનગર આદિ સ્થળોએ ચાતુર્માસ કરેલ છે, ત્યાં ત્યાં દરેક તેમનામાં આયંબિલ તપ અને પ્રસન્ન ચિત્તથી પ્રભુજીની ભકિત અને નવપદજી મહારાજ પ્રત્યે અનન્ય શ્રદ્ધા જોઈને ભવિજી અનુમોદના કરી લાભ લેતા હતા. અને તેમના અનુકરણથી અનેક ગામમાં બહેને તથા બાળાઓ વધમાનતપને પ્રારંભ કરતા હતા. તેમજ બાળબ્રહ્મચારિણી શ્રી શિવશ્રીજી મહારાજનાં ૬૫ ઠાણામાં હાલ વિદ્યમાન ૫૩ ઠાણામાં ૫૧ ઠાણાને વર્ધમાનતપ ચાલુ છે. શ્રી તીલકશ્રીજી મહારાજ ૪૪ ઓળી સુધી તથા હેમશ્રીજી મહારાજ ૨૮મી ઓળી સુધી તથા સર્વ ઠાણમાં ૪૪, ૪૦, ૩૭, ૩૫, ૨૮, ૨૭, ૨૦ આદિ એળીઓ સુધી હાલ પહોંચેલ છે.
આવા દુષમ પંચમ કાળમાં આ મહાન વર્ધમાનત૫ કઈ ભાગ્યવાન ને પરિપૂર્ણ થાય છે. સાધ્વીજી મહારાજ શ્રી તીર્થગ્રીને પણ ૬ ને ૯૮ મી એળીમાં અનિયત રીતે કસોટી થયેલ, કે તેવા વિકટ સમયમાં પણ મનની ખૂબ મક્કમતા અને ધર્મની જાગ્રતીથી તથા નવપદજી મહારાજ પ્રત્યે ચિત્તની એકાગ્રતાથીજ આ ઓળીઓ સંપૂર્ણ થઈ હોય તેમ લાગે છે. ૯ મી ઓળીની શરૂઆત કરી ત્યારે શરી૨નું સ્વાધ્ય નહિ હેવા છતાં પણ, પિતાના આત્મવિશ્વાસથી જ શરૂ કરેલ તે કાર્તક શુદી બીજના દિવસે સંપૂર્ણ કરી, કાર્તિક વદી ૧૧ ના રોજ ૧૦૦ મી ઓળી શરૂ કરી, પાદલિપ્ત નગર મહામાસમાં ૪૬ ઠાણું અને પિતાના ગુરુમહાજ હેમશ્રીજી સહિત આવેલા છે. અને સંવત ૨૦૦૨ ફાગણ શુદિ ૯ દિવસ પારણાનો દિવસ છે. તે પ્રસંગે અઠ્ઠાઈ મહેત્સવ તથા અષ્ટોત્તરી સ્નાત્ર માટે ઉત્સવોની તૈયારી થઈ રહી છે. ”
ઉપરના અવતરણોમાં-એક સ્થળે દૈવી ઉપદ્રવ શબ્દ આવે છે, તે વિષે મળેલી કેટલીક માહિતી ઉપરથી જણાવીએ છીએ કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com