Book Title: Ratnajyoti - Tirthshreeji Maharajno Tattvik Tunk Parichay
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 63
________________ આવા કણ તે વનના ઝાડ અને પશુ-પક્ષિ પણ કદાચ સહન કરતા હશે, તેટલા ઉપરથી શું તેમના જીવનને સાધ્વીનું ઉત્તમ જીવન કરી શકાય? ના, ન જ કહી શકાય. અમે પણ કહીએ છીએ કે ન કહી શકાય.” પરંતુ, આ કષ્ટ સહન સ્વેચ્છાથી સ્વીકૃત હેવાથી તે કમય નથી લાગતાં રોગ મટાડવા માટે માણસો ઈછાપૂર્વક ઓપરેશન કરાવે છે. અમુક વખત તેને કષ્ટ લાગે છે, પરંતુ પાછળથી નિરોગી જીંદગીની શુભ આશાએ પેટ કે બીજા અવય ચીરાવવાનું પસંદ કરે છે, માટે કષ્ટ હોય ત્યાં એકાંતે આગળ પાછળ દુઃખજ હોય, એમ માનવાને કારણ નથી. છતાં, આ સાધ્વી જીવનમાં બીજો ભરપૂર રસ હોય છે, માટે, તેના કષ્ટ સહન અત્યન્ત કિંમતી બની જાય છે. દિવસમાં બાકીના વખતમાં તત્વજ્ઞાનમય રસમય શાસ્ત્રોને અભ્યાસ કરવાને હોય છે. સુવિધાથીઓને વિદ્યાને જે આનંદ આવે છે, તેનાથી અધિક આનંદ આમને લેવાનો હોય છે. ગુરુઓના વ્યાખ્યાને અને ઉપદેશામૃત સાંભળવાના હોય છે. ધાર્મિક ઉત્સ, તીર્થ યાત્રાઓ, પાદવિહારથી ગામે ગામને અનુભવ લેવાનો હોય છે. દેવગુરુની ભક્તિના પ્રસંગે, અને ધાર્મિક અનુષ્ઠાનેમાં સાસુદાયિક અને વ્યક્તિગત પરવાના પ્રસંગે હોય છે. તેમાં મન પરોવાયેલું રહે છે. આમાની ઉન્નત સ્થિતિ બનાવવાના આદર્શમાં આગળ વધવા તેને અનુકૂળ સામગ્રી મળતાં મન આનંદ અને પ્રસન્નતામાં રહી શકે છે. તેમાં કાંઈ ભૂલ થાય, તે આજુબાજુ એવા સંજોગે હોય છે, કે-તેમાં તુરત સુધારો કરવાની તક મળે છે. ટૂંકામાં જરાપણ પતન ન થાય, તેને માટે ચારે તરફ ગુરુઓ અને સંઘની સહજ દેખરેખ અને ચાકી હોય છે. અને સાથે સાથે ઊંચે ચડવાના સાધનો, વાતાવરણ, સગવડો ઊંચા પ્રકારના અને વિપુલ પ્રમાણમાં હોય છે, તેથી “સાધ્વીજીવન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112