________________
અમદાવાદ, તેમાં સારભૂત જેન વસતિવાળી પળેને લત્તા, તેમાંની શરીરેડ ઉપરની નગીના પળમાં–
પ્રાશિમાત્રમાં સારભૂત માનવપ્રાણિઓ, માનવ પ્રાણિઓમાંયે સારભૂત આર્ય પ્રજા, તેમાંયે સારભૂત ભારતીય આર્ય પ્રજા, તેમાં સારભૂત ઉચ્ચવર્ણ, તેમાં સારભૂત વિશાશ્રીમાળી જેવી આનુવંશિક ઊંચા પ્રકારની શુદ્ધિ અને સંસ્કારશીલ ઉચ્ચ ખાનદાન સમાજની લગભગ કેટલેક અંશે નજીકની દશા પોરવાડ સમાજમાં અને તેમાં પણ અમદાવાદના મૂળભૂત ગણાતા વિભાગમાં–
ધંધાઓમાં વારસાના અર્થપ્રધાન વાણિજ્ય-વેપાર–પ્રધાન ધંધાવાળી કુટુંબ પરંપરામાં–વિશ્વ શ્રેષ્ઠ જૈન દર્શનના પ્રાચીનતમ છતાં વર્તમાનકાળે વેતાંબર મૂત્ર તરીકે પ્રસિદ્ધ પરંપરાની મૂળ પરંપરાભૂત તપાગચ્છના અનુયાયી કુટુંબમાંના શેઠ હરિલાલ રણછોડદાસ અને મેતીબાઇ ગજરાબહેનના પિતા અને માતા હતા.
એ માતા-પિતાથી સંવત્ ૧૯૪૦ ના શ્રાવણ માસમાં ગજરાબહેનને જન્મ થયે હતો. તેને આજે ૬૦ વર્ષ પૂરાં થઈ, ૬૧ મું શરૂ ચાલે છે. તેમનું મોસાળ અમદાવાદમાં કામેશ્વરની પિળમાં હતું અને તેને જન્મ તેજ પિળમાં થયો હતે. ૨ શહેરમાં ને શહેરમાં કન્યાવ્યવહાર
હેવાનું મહત્વનું સામાજિક કારણું
શહેરની જ્ઞાતિઓ બનતાં સુધી પિતાના શહેરની બહાર કન્યા ન આપતાં પોતાના જ શહેરમાં આપવાને રિવાજ આગ્રહથી પાળે છે, તેનાં કારણ એ છે કે-“સંસ્કારનો ઉચ્ચ આદર્શ જાળવી રહેલા અને જાળવી શકતા પિતાની જ્ઞાતિના કુટુંબ
* ૧ વિશાશ્રીમાળી. ૨ વીશા પોરવાડ. ૩ વિશા ઓસવાળ, ૪ દશાશ્રીમાળી ૫ દશા પોરવાડ. ૬ દશા ઓસવાળ. પ્રથમનીં જ્ઞાતિઓ ઉત્તરત્તર વિશેષ આનુવંશિક શુદ્ધિવાળી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com