________________
તેવા કુટુંબમાં જન્મ, અને પરમ બ્રહ્મચર્ય પાળવાના આદર્શ સુધી ન પહોંચી શકાય તે જ અનિવાર્ય સ્થિતિમાં કુળવાન કુટુંમાં પતિવ્રતા પત્ની તરીકેની ફરજ બજાવવા ખાતરજ લગ્ન કરવામાં આવે, આધ્યાત્મિક જીવન જીવી રહેલા આદર્શ સંતેના સહવાસમાં રહેવામાં આવે, અને ઉચ્ચ આધ્યાત્મિક જીવનનો આદર્શ ટકાવી રાખવા જીવનને ભેગ આપી–મુનિ અને સાધ્વી જીવન જીવનારા ઉત્પન્ન થયે જાય તેવી તાલીમ મળે. આથી સાંસારિક અને પારમાર્થિક જીવનનો બીજે કે ભવ્ય આદર્શ સ્ત્રીઓ માટે હેઈ શકે?
આ ભવ્ય આદર્શ જે પ્રજા ધરાવે છે, તેને ચૂંથવામાં કેટલા ભયંકર પાપોની પરંપરા છે? તેની કલ્પના પણ દિલ કંપાવનારી-ધ્રુજાવનારી છે. જગતમાં મોટામાં મોટી હિંસા આજ છે, જે આજે પ્રગતિ, ઉન્નતિ, સ્વતંત્રતા અને સમાનતાને નામે ચાલી રહેલ છે.
આવા ભવ્ય કુટુંબમાં, આદર્શ કુટુંબમાં, ખરેખરા ઉન્નત કુટુંબમાં, જન્મ કે લગ્ન થવા માત્રથી પણ તીર્થ શ્રીજી નામ સંપાદન કરી શકાતું નથી.
ત્યારે, એ નામ કેવી મહત્તાવાળા આત્માઓ ધારણ કરી શકે ? એ એક પ્રશ્ન હજુ પણ અણઉકલે જ રહે છે.
પ્રકરણ ૫ મું.
ગજરા બહેન. ૧ માતા, પિતા અને જન્મ સ્થળ.
માનવ વસવાટની ભૂમિએમાં સારભૂત ભૂમિ ભારતવર્ષ, તેમાં સારભૂત પ્રદેશ ગુજરાત, તેમાં સારભૂત વિશ્વનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com