________________
- તેમના પિતાના પિતા રણછોડદાસભાઈદેશી ધંધાઓ દેશીએના હાથમાંથી ખસતા જવાનો ક્રમ શરૂ થઈ ગયું હતું, એટલે પ્રથમ અમદાવાદમાં મામલતદાર હતા, અને પિતા હરિલાલભાઈ ખેડા કેટમાં વકીલાત કરતા હતા.
તેમના કાકા વાડીલાલભાઈ બેરસદમાં મ્યુનિસીપાલ સેક્રેટરી તરીકે કામ કરતા હતા. ગજરાબહેનના પતિ અમૃત લાલભાઈ અમદાવાદમાં વ્યાપારમાં હજુ ટકી રહેવાથી વ્યાપાર કરતા હતા. - ગજરાબહેનને કેશવલાલભાઈ નામે એક ભાઈ હતા. બેને ત્રણ હતાં. ગજરાબહેનને ૪ સંતાન થયા હતા. બે પુત્ર અને બે પુત્રીઓ તેમાં વિમળાબહેન મુખ્ય હતા. ગજરાબહેનનું બીજું નામ માણેકબેન પણ હોવાનું જાણવામાં આવ્યું છે.
તેમના નણંદનું નામ ચંપાબહેન હતું. દિયરનું નામ મણિલાલ અને દેરાણીનું નામ ચંચળબેન હતું. એ ત્રણેયે પણ અનુક્રમે ઘોઘાવાળા સાધ્વીજી લાવયશ્રીજી મહારાજ પાસે દીક્ષા લઈ, લલિતાશ્રી નામ ધારણ કર્યું હતું. તેઓ હજુ પણ વિચરે છે. દિયરે વૃદ્ધ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય વિજય મેઘસૂરીશ્વરજી મહારાજના મુખ્ય શિષ્ય શ્રી મનેહરવિજયજી ( વર્તમાન આચાર્ય વિજયમનહરસૂરીશ્વરજી ) પાસે દીક્ષા લઈ મહદયવિજયજી નામ ધારણ કર્યું હતું, અને ચંચળબાઇએ છાણીવાળા સાધ્વી હીરશ્રીજી મહારાજ પાસે સુનંદાશ્રી નામે દીક્ષા ધારણ કરી હતી.
આ રીતે ગજરાબહેનના શ્વસુર કુટુંબની અનેક વ્યક્તિએ સંસાર વાસનાઓથી પર થઈને વેચ્છાથી ઉચ્ચ ત્યાગી જીવન ગાળનાર મળી આવે છે. એ જ તેમના કુટુંબમાં વિદ્યમાન ઉચ્ચ આત્મ-સંસ્કારને પૂરા આપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com