________________
૨૧
કરી શકતા હતા. કેટલાક નવા રિવાજે અહીં શરૂ કરાવતાં પહેલાં ઈલાડમાં કે યુરોપમાં તે શરૂ કરાવવાના દાખલા મળે છે, પછી ત્યાંના છાપાઓમાં એ રિવાજોનાં વર્ણન આવે, એટલે અહીંના લોકેમાંથી પણ કેટલાક તેનું અનુકરણ કરે. કેટલાક લોકે વિરોધ કરે, તે અનુકરણ કરનારા કહે કે “તેઓના દેશમાં તેઓને આ પ્રમાણે કરવું પડેલ છે.” એમ ધીમે ધીમે બધું પાછું થાળે પડી જાય.
ચા પીવાની રૂઢિ શું આ દેશમાં દરેક માનવેએ સમજીને ગ્રહણ કરી છે? શું તે સુરૂઢિ છે? દારૂની બદી કેટલી વધી છે? ભારતમાં આટલે ફેલાવે કોઈ વાર હતો કે? નાટકસીનેમા આટલા પ્રમાણમાં જોવાની આ રૂઢિ મેમાનેને તો ખાસ દેખાડવાને રિવાજ, શું સમજપૂર્વકને છે? રેઈસની હારજીત, સટ્ટા, કલબોમાં ભાગ-જુગારે-ખેલકુદ વિગેરે શું સુરૂઢિઓ છે? પહેરવેશ, ભાષા, ખાન-પાનમાં ફેરફાર શું આ બધા સુરૂઢિપષક છે? ટીપાટ, ઇવનીંગ પાટીં, ગાર્ડન પાટી વિગેરે શું સુરૂઢિઓ જ છે? આ દેશની પ્રજાને બંધબેસતા થાય તેવી નવી કુરૂઢિઓ, એટલી બધી વ્યાપક બની રહી છે, કે તેના વર્ણનનું એક મોટું પુસ્તક ભરાય.
વાચકે એમ ન સમજી જાય કે-“અમે દરેક પ્રાચીન રૂઢિ એને સુરુઢિ કહીએ છીએ, અને આધુનિક બધીને કુરુઢિ કહીએ છીએ.” અમે સુ નેજ સુ, અને કુ નેજ કહીએ છીએ, એ ભૂલવાનું નથી.
ત્યારે ભારતમાં ધર્મ સંસ્થાઓ પ્રજાની જેવી લાયકાત તેના પ્રમાણમાં તેની આજુબાજુ સુરૂઢિઓનું સામ્રાજ્ય ફેલાવી, તેના જીવનનું બંધારણ, પોષણ અને સંસ્કારી ઘડતર કરી વિકાસ સાધતી હતી. અને કુસંસ્કારી અને અહિત કરનાર જીવનથી રહેજે બચાવી પ્રજાનું અનેક રીતે રક્ષણ કરતી હતી. અસ પ્રવૃ--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com