________________
અને કેમ વિકસે છે? તે ખાસ સમજવા જેવું છે. કેમકે-શક્તિએને વિકાસ થાય છે, એ તે આપણે પહેલા પ્રકરણમાં કબુલ કરી આવ્યા છીએ. એટલે શક્તિઓના વિકાસને લાયક નામની લાયકાતના વિકાસને પણ સંબંધ હોય છે.
કોઈપણ અત્યત જડે પ્રકૃતિના માણસની નજર તળે પણ આજ સુધીમાં સંખ્યાતીત પ્રાણીઓ નીકળી ગયા હોય છે. તે સંખ્યાતીત પ્રાણીઓમાં પણ “માનવ, માણસ, માનવી” એવું નામ અમુક સંખ્યાના જ પ્રાણીઓ ધારણ કરી શકે છે. ૩. માનવ પ્રાણિઓમાં પણ અનેક ભેદ.
માનવસૃષ્ટિમાં માનવ તરીકેની સમાનતા છતાં, શરીરની કેટલીક બાહ્ય અને અંદરની રચના, મોઢાનો આકાર, રંગ, સ્વભાવ, ગુણ, દેશ, વારસો, સંસ્કાર, વંશપરંપરા, વંશપરંપરાની ટેવે, ગુને--અવગુણ વિગેરેને અનુસરીને પુષ્કળ ભેદે જોવામાં આવે છે.
પ્રાણિ માત્રમાં જેમ સમાનતા હોય છે, તે જ પ્રમાણે તેમાં વિશેષતાઓ પણ હોય છે, કેમકે-જગતના દરેક પદાર્થો જેમ સામાન્ય સ્વરૂપે એક જ જાતના હોય છે, તેમજ, વિશેષ વિશેષ રૂપે અનેક જુદા જુદા સવરૂપે પણ હોય છે. માનવોની લાયકાતમાંયે ચડતા-ઉતરતા દરજજા હેાય છે. ૪. માનવામાં ચડતા-ઉતરતા દરજજાના સમ,
માનવામાં ચડતા-ઉતરતા દરજજાને સામાન્ય ક્રમ આ પ્રમાણે સમજી શકાય છે–
ચડ-ઉતર લાયકાતવાળા માનને પસંદ કરીને એક કારખાનાને બુદ્ધિમાન સંચાલક પિતાના હાથ નીચેના હજારો મજુ, કારકુન, કારીગરે, વેચનારા, ખરીદનારા વિગેરે પાસેથી કામ લે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com