Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
અનિચ્છનીય વાતાવરણ પડી ગયા. તેમની વચ્ચે ખૂનખાર ઝગડાઓ પણ થવા લાગ્યા. જે કે સાધુઓની અપેક્ષાએ શ્રાવકેનું સંગઠન સારું હતું, છતાં તેઓએ પણ એક યા બીજો પક્ષ લીધો ને એ રીતે જૈન સમાજનું વાતાવરણ ધાર્મિક દૃષ્ટિએ તદ્દન અનિચ્છનીય બનતું જ ગયું.
વિક્રમની વીસમી સદીના પ્રથમ ચરણમાં દૃષ્ટિપાત કરતાં ફક્ત થોડાજ સંવેગી સાધુઓ નજરે પડે છે. તેમનું જ્ઞાન અલ્પ છે, છતાં ચારિત્રના વિશુદ્ધ હોઈ સમાજ પર તેમને પ્રભાવ ઘણે પડે છે. એકંદરે સ્થિતિ ખૂબ નિરાશાજનક જણાય છે. પરંતુ એવામાં પ્રાતઃસ્મરણીય શ્રી બુદ્ધિવિજયજી અપરનામ શ્રી બુટેરાયજી મહારાજ તપગચ્છમાં પ્રવેશ કરે છે અને પરિસ્થિતિમાં મોટો ફેરફાર થાય છે. ઝંખવાતી
તિમાં નવું તેલ પૂરાય છે ને ફરીવાર જેનોની મહત્તાને દીપક ઝળહળા લાગે છે. વધારામાં તેમની શિષ્ય મંડળીમાં શ્રી મૂળચંદજી મહારાજ (મુક્તિવિજયજી), શ્રી વૃદ્ધિચંદજી મહારાજ, શ્રી આત્મારામજી મહારાજ આદિ ખૂબ પ્રભાવશાળી પુરુષનાં દર્શન થાય છે, અને તેઓ જૈન ધર્મના પ્રાચીન ગૌરવને લક્ષમાં રાખી, જુદીજુદી દિશામાં અનેકવિધ પ્રયાસો કરે છે. ફલસ્વરૂપે સાધુ સંખ્યામાં ભારે વધારે થાય છે, જીર્ણ મંદિરના ઉદ્ધાર થવા લાગે છે. કેટલાક સ્થળે નવીન મંદિરે પણ નિર્માણ થાય છે. ધાર્મિક અભ્યાસ કરાવનારી પાઠશાળાએની પણ સ્થાપના થવા લાગે છે અને અનેક પ્રકારના ધાર્મિક ઉત્સવોને ગતિ મળે છે.
પરંતુ વળી એક નવું આવરણ આવે છે. સાધુઓની સંખ્યા વધતાં અને તેમનામાં જોઈએ તેવી આત્મશુદ્ધિ નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org